ભાવનગર શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનું સન્માન
ભાવનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર ખાતે શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘રાષ્ટ્ર પ્રથમ’ અને સે
મુખ્ય મંત્રી નું સ્વાગત કરવામાં આવ્યું


ભાવનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર ખાતે શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘રાષ્ટ્ર પ્રથમ’ અને સેવા-સમર્પણના ભાવ સાથે રાજ્ય સરકાર જનસેવા અને ઉદ્યોગ વિકાસ માટે સતત કાર્યરત છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારી કાયદા, નીતિ અને નિયમો સરળ હોવા જોઈએ, જેથી નાગરિકો તેમજ ઉદ્યોગોને કામકાજમાં બિનજરૂરી મુશ્કેલી ન પડે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહે તે માટે સરકાર દ્વારા સતત નીતિગત સુધારા કરવામાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે વર્ષ 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત પહેલના માધ્યમથી ગુજરાતને વૈશ્વિક રોકાણના પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિશ્વભરના ઉદ્યોગોને સરળ અને સુગમ વ્યવસ્થાઓ મળે તે સરકારની પ્રાથમિકતા છે.

ઉદ્યોગોને મળવાપાત્ર સબસિડી સમયસર મળી રહે તે માટે મોનિટરિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સરકારની સહાયની જરૂરિયાત હોય ત્યારે તે સમયસર અને અસરકારક રીતે ઉપલબ્ધ થાય તે જરૂરી છે.

મુખ્યમંત્રીએ વિવિધ ક્ષેત્રો અને વિશિષ્ટ ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ નીતિ, પારદર્શિતા અને સરળ પ્રક્રિયાઓ સાથે સરકાર આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું. સરકાર અને ઉદ્યોગ જગતના સંયુક્ત પ્રયાસોથી આત્મનિર્ભર ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande