દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ 2026 યોજાશે
- તા. ૨૦ ઓક્ટોબર સુધી કરી શકાશે રજિસ્ટ્રેશન ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહા
દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ 2026 યોજાશે


- તા. ૨૦ ઓક્ટોબર સુધી કરી શકાશે રજિસ્ટ્રેશન

ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ ૨૦૨૬ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જેમાં ગીર સોમનાથ જિલ્લાકક્ષા સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવશે. જે અંગે ગીર સોમનાથ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ-૨૦૨૬નું ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશન તા.૧૮/૦૯/૨૦૨૬ થી શરૂ કરવામાં આવ્યું છે તથા રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૨૦/૧૦/૨૦૨૬ રહેશે.

સ્પે.ખેલ મહાકુંભ-૨૦૨૬ માં ભાગ લેવા માટે દિવ્યાંગ ખેલાડીઓ નિયત વયજૂથના ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. દિવ્યાંગ ખેલાડી/બાળકો સાથે સંકળાયેલ સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરી ફોર્મ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, રૂમ નં. ૩૧૫, બીજોમાળ, જિલ્લા સેવા સદન, મુ. ઇણાજ, તા. વેરાવળ, જિ. ગીર સોમનાથ પર જમા કરાવવાનું રહેશે.

સ્પે.ખેલ મહાકુંભ ૨૦૨૬ની વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કચેરીના મોબાઈલ નંબર ૯૨૨૮૮૯૨૭૧૭ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande