
ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : વેરાવળ એસ.ટી. ડેપો ખાતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો હતો, તેમાં બહોળી સંખ્યામાં સ્ટાફે લાભ લીધો હતો. સમગ્ર રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા. ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો થકી સુશાસનની ઉજવણી કરવામાં આવી રહી છે. ‘સેવા મારુ યોગદાન’ અંતર્ગત એસ.ટી. ડેપોના તમામ સ્ટાફ માટે ગીર સોમનાથ જિલ્લા એન.સી.ડી. સેલના મેડિકલ સ્ટાફ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.
નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી દરમિયાન બ્લડ પ્રેશર, શુગર લેવલ તેમજ કેન્સર સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. એમ એસ.ટી. ડેપો મેનેજર દિલીપ શામળાની એક યાદીમાં જણાવાયું છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ