
ગીર સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીર સોમનાથ સંચાલિત યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૯/૧૦/૨૦૨૬ છે.
આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના (તા. ૧૭/૦૮/૨૦૨૬ની સ્થિતિએ) ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં સાંસ્કૃતિક ટ્રેકમાં (૧) લોકનૃત્ય(૨) લોકગીત (૩) ચિત્રકામ(૪) કવિતાલેખન(૫) નુક્કડ નાટક (શેરીનાટક)ની સ્પર્ધાઓ યોજાશે. ચાલુ વર્ષે યુવા ઉત્સવ જિલ્લા, રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ યોજાશે. ઇચ્છૂક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તા.૦૯/૧૦/૨૦૨૬ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન રૂમ નં ૩૧૩/૩૧૪ બીજો માળ, ઈણાજ તા. વેરાવળ ખાતે જમા કરાવવાનું રહેશે. સમય મર્યાદા બાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એ યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ