માધવપુર ગામે પથ્થરની ખાણના હિસાબ મુદ્દે મારામારી
પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : માધવપુરના જય માતાજી હોટલ પાસે હાઈવે રોડ પર પથ્થરની ખાણના રૂપિયા અંગેના હિસાબ-કિતાબના મનદુઃખને લઈને મારામારીનો બનાવ બન્યો હતો. આ મામલે પાતા ગામના રાજશી જેઠાભાઈ મોઢાએ માધવપુરના અમાન જોખીયા અને સલમાન સરવાણી સામે ફરિયાદ
માધવપુર ગામે પથ્થરની ખાણના હિસાબ મુદ્દે મારામારી


પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : માધવપુરના જય માતાજી હોટલ પાસે હાઈવે રોડ પર પથ્થરની ખાણના રૂપિયા અંગેના હિસાબ-કિતાબના મનદુઃખને લઈને મારામારીનો બનાવ બન્યો હતો. આ મામલે પાતા ગામના રાજશી જેઠાભાઈ મોઢાએ માધવપુરના અમાન જોખીયા અને સલમાન સરવાણી સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ રાજશી મોઢા અને આરોપી અમાન જોખીયા અગાઉ પથ્થરની ખાણમાં ભાગીદાર હતા. ખાણના રૂપિયા અને હિસાબ-કિતાબ બાબતે મનદુઃખ રાખી અમાન જોખીયાએ ફરિયાદીની મોટરસાઈકલનો પીછો કર્યો હતો. બાદમાં લાકડાના ધોકા વડે રાજશી મોઢાની ડાબી આંખ, ડાબા કાન અને માથાના ભાગે માર માર્યો હતો.

હુમલામાં ફરિયાદીને લોહી નીકળવા તથા સોજા સહિતની ઈજાઓ થઈ હતી. આ દરમિયાન સલમાન સરવાણીએ પણ ફરિયાદીને શરીરના ભાગે ઢીંકા-પાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. બંને આરોપીઓએ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે રાજશી જેઠાભાઈ મોઢાની ફરિયાદના આધારે અમાન જોખીયા અને સલમાન સરવાણી સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande