તળાજા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો, ભાવ રૂ.1,500થી રૂ.2,000 સુધી બોલાયા
ભાવનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) તળાજા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો નોંધાતા યાર્ડમાં વેપારી ગતિવિધિઓ તેજ બની હતી. કપાસનો પાક તૈયાર થયા બાદ ખેડૂતો હવે વેચાણ માટે કપાસનો જથ્થો યાર્ડમાં લાવી રહ્યા છે. આજે પણ તળાજા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્ત
માર્કેટિંગ યાર્ડ


ભાવનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) તળાજા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારો નોંધાતા યાર્ડમાં વેપારી ગતિવિધિઓ તેજ બની હતી. કપાસનો પાક તૈયાર થયા બાદ ખેડૂતો હવે વેચાણ માટે કપાસનો જથ્થો યાર્ડમાં લાવી રહ્યા છે. આજે પણ તળાજા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા.

કપાસની આવક વધતાં યાર્ડમાં સવારથી જ ચહલપહલ જોવા મળી હતી. ખેડૂતો દ્વારા લાવવામાં આવેલા કપાસની ગુણવત્તા અને પ્રકારની ચકાસણી કર્યા બાદ વેપારીઓ દ્વારા હરાજી પ્રક્રિયા મારફતે ખરીદી કરવામાં આવી હતી. કપાસના ભાવમાં તેની ગુણવત્તા, ભેજનું પ્રમાણ અને પ્રકાર સહિતના વિવિધ પરિબળોની અસર જોવા મળી હતી.

આજે તળાજા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ પ્રતિ મણ રૂ.1,500થી લઈને મહત્તમ રૂ.2,000 સુધી બોલાયા હતા. સારો અને ગુણવત્તાયુક્ત કપાસ લાવનારા ખેડૂતોને અન્ય કપાસની સરખામણીએ સારા ભાવ મળ્યા હતા. જ્યારે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ હોય અથવા ગુણવત્તામાં ફેરફાર હોય તો તેના આધારે ભાવમાં પણ તફાવત જોવા મળ્યો હતો.

કપાસની આવકમાં વધારો થતાં યાર્ડમાં ખેડૂતોની અવરજવર વધી હતી. કપાસના વેચાણ બાદ ખેડૂતો આગામી દિવસોમાં ભાવમાં વધારો કે ઘટાડો થાય છે કે કેમ તેના પર નજર રાખી રહ્યા છે. બીજી તરફ વેપારીઓ પણ બજારની સ્થિતિ, કપાસની આવક અને માંગને ધ્યાનમાં રાખીને ખરીદી કરી રહ્યા છે.

આગામી દિવસોમાં કપાસની આવક વધુ વધવાની શક્યતા વચ્ચે બજારમાં કપાસના ભાવ કેવો વળાંક લે છે તેના પર ખેડૂતો અને વેપારીઓની નજર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande