
મુંબઈ, નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ 'ધ વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ'એ, શરૂઆતી વીકએન્ડમાં સારી કમાણી કર્યા પછી સોમવારે બોક્સ ઓફિસ પર ગતિ ગુમાવી દીધી.
સેકનિલ્ક અનુસાર, ફિલ્મે રિલીઝના ચોથા દિવસે, 5.25 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. આ પહેલા ફિલ્મે પહેલા દિવસે 8 કરોડ, બીજા દિવસે 11.25 કરોડ અને ત્રીજા દિવસે 14.35 કરોડ રૂપિયા કમાયા હતા. આ સાથે ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન 38.85 કરોડ રૂપિયા થઈ ગયું છે, જ્યારે વિશ્વભરમાં ચાર દિવસમાં ફિલ્મે 50.35 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. દીપક કુમાર મિશ્રાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ભારતીય લોકકથાઓ પર આધારિત પૌરાણિક ભયાનક વાર્તા છે.
નાનીની ફિલ્મ 'ધ પેરાડાઈઝ'ની કમાણીમાં પણ સોમવારે ઘટાડો જોવા મળ્યો. ફિલ્મે રિલીઝના પાંચમા દિવસે 5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, જ્યારે ચોથા દિવસે તેની કમાણી 15.70 કરોડ રૂપિયા રહી હતી. ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન 97.10 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં કારોબાર 144.85 કરોડ રૂપિયા થઈ ગયો છે. શરૂઆતી દિવસોમાં મજબૂત કમાણી કરનારી આ ફિલ્મની ગતિ હવે કારોબારી દિવસોમાં ધીમી પડતી જોવા મળી રહી છે.
જ્યારે વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી 'હનુમાન અંશ' બોક્સ ઓફિસ પર સતત પોતાની પકડ જાળવી રાખી છે. ફિલ્મે રિલીઝના 53મા દિવસે 2.35 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન 309.38 કરોડ રૂપિયા થઈ ગયું છે. વિશ્વભરમાં ફિલ્મે અત્યાર સુધીમાં 404.25 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. આ રીતે 'હનુમાન અંશ'એ વૈશ્વિક સ્તરે 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ