બોક્સ ઓફિસ પર- સિદ્ધાર્થ-તમન્નાની 'ધ વન'નો દબદબો....
મુંબઈ, નવી દિલ્હી. 28 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ ''ધ વન''એ, બોક્સ ઓફિસ પર ત્રીજા દિવસે પોતાની કમાણીમાં તેજી નોંધાવી છે. સેકનિલ્ક અનુસાર, ફિલ્મે રવિવારે 14 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો, જ્યારે પહેલા દિવસે 8 કરો
ધ વન


મુંબઈ, નવી દિલ્હી. 28 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ 'ધ વન'એ, બોક્સ ઓફિસ પર ત્રીજા દિવસે પોતાની કમાણીમાં તેજી નોંધાવી છે.

સેકનિલ્ક અનુસાર, ફિલ્મે રવિવારે 14 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો, જ્યારે પહેલા દિવસે 8 કરોડ અને બીજા દિવસે 11.25 કરોડ રૂપિયા કમાયા હતા. આ રીતે, ત્રણ દિવસમાં ફિલ્મનું ભારતમાં નેટ કલેક્શન 33.25 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે, ફિલ્મે વિશ્વભરમાં 43.15 કરોડ રૂપિયાનો ગ્રોસ કારોબાર કર્યો છે અને 50 કરોડ રૂપિયાના આંકડાની નજીક પહોંચી ગઈ છે. ફિલ્મમાં સુનીલ ગ્રોવર, મનીષ પોલ અને શ્વેતા તિવારી પણ મહત્વની ભૂમિકાઓમાં છે.

બીજી તરફ, નાનીની 'ધ પેરાડાઈઝ'નું બોક્સ ઓફિસ પર પ્રદર્શન ચાલુ છે. ફિલ્મે રવિવારે ચોથા દિવસે બધી ભાષાઓમાં 15.70 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. શરૂઆતના ત્રણ દિવસની 64.80 કરોડ રૂપિયાની કમાણી સાથે ફિલ્મનું ભારતમાં નેટ કલેક્શન હવે 80.50 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ રીતે, ફિલ્મ 100 કરોડ રૂપિયાના આંકડા તરફ આગળ વધી રહી છે. વિશ્વભરમાં 'ધ પેરાડાઈઝ' અત્યાર સુધીમાં 138.25 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી ચૂકી છે. ફિલ્મમાં નાની સાથે રાઘવ જુયાલ, મોહન બાબુ અને સોનાલી કુલકર્ણી પણ જોવા મળી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande