તાંબાના વાયર ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
ભાવનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસની ટીમ શહેર વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓના શકમંદોની તપાસમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમીના આધારે રસાલા કેમ્પ, ગુરુદ્વારા સામે રોડ પરથી યશ ઉર્ફે યશુ ભાવેશભાઈ
તાંબાના વાયરની ચોરી કરનારને ઝડપી પાડવામાં આવ્યો


ભાવનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસની ટીમ શહેર વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓના શકમંદોની તપાસમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમીના આધારે રસાલા કેમ્પ, ગુરુદ્વારા સામે રોડ પરથી યશ ઉર્ફે યશુ ભાવેશભાઈ આલાણી ને શંકાસ્પદ તાંબાના વાયર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસે તેની પાસેથી ગુલાબી રંગની પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા તાંબાના વાયરના અલગ-અલગ 9 ગૂંચળા, આશરે 10 કિલો 400 ગ્રામ વજનના અને અંદાજિત રૂ.13 હજારની કિંમતના મળી આવ્યા હતા. ઉપરાંત નંબર પ્લેટ વગરની બજાજ પલ્સર RS-200 મોટરસાયકલ, જેની કિંમત આશરે રૂ.1 લાખ હોવાનું જણાવાયું છે, મળી કુલ રૂ.1.13 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

મુદ્દામાલ અંગે આરોપી પાસે કોઈ બિલ કે આધાર ન મળતાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન તેણે નિર્મળનગર ફાયર બ્રિગેડ કચેરી સામે આવેલી બાંધકામ હેઠળની ઇમારતમાંથી અલગ-અલગ સમયે ઇલેક્ટ્રિક ફિટિંગના વાયર ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ કાર્યવાહી દરમિયાન નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળના ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસ મુજબ આરોપી રાત્રિના સમયે અથવા વહેલી સવારે નવા બાંધકામ હેઠળના મકાનોમાંથી ઇલેક્ટ્રિક વાયર ખેંચી લઈ જતો હતો.

આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન તથા મારામારી અને ધમકી સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande