
અમરેલી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : હળવદ ખાતે આવેલા નવજીવન વિકલાંગ સેવાશ્રમના મનોજભાઈ તથા તેમના પરિવાર દ્વારા માનવ મંદિર ખાતે ભક્તિબાપુનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારજનો અને સેવાશ્રમ સાથે જોડાયેલા આગેવાનોની ઉપસ્થિતિમાં ભક્તિબાપુ પ્રત્યે આદર અને શ્રદ્ધાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
નવજીવન વિકલાંગ સેવાશ્રમ દ્વારા દિવ્યાંગજનોની સેવા અને સંભાળ માટે કરવામાં આવતી કામગીરીને સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. મનોજભાઈ અને તેમના પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે પણ જોડાણ જાળવી રાખવામાં આવે છે.
માનવ મંદિર ખાતે યોજાયેલા આ સન્માન પ્રસંગે ભક્તિબાપુનું પુષ્પમાળા તથા સન્માન સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ ભક્તિબાપુના આશીર્વાદ મેળવ્યા હતા અને સમાજમાં સેવા, સંસ્કાર તથા માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ભક્તિબાપુએ પણ નવજીવન વિકલાંગ સેવાશ્રમ પરિવારની સેવાકીય ભાવનાની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ભક્તિ, સેવા અને માનવતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. સન્માન સમારોહ હર્ષોલ્લાસભેર સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai