ગીગાસણ ગામે આધુનિક સેન્ટ્રલ એસી પ્રાથમિક શાળાનું નિર્માણકાર્ય, ધારાસભ્ય સહિત આગેવાનોની મુલાકાત
અમરેલી, 04 સપ્ટેમ્બર (હિ.સ ધારી તાલુકાના ગીગાસણ ગામમાં દાતાશ્રી બોઘાભાઈ વશરામભાઈ સંઘાણીના સહયોગથી નવનિર્મિત સેન્ટ્રલ એ.સી. પ્રાથમિક શાળાનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ગામના બાળકોને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે હેતુથી આ શાળાનુ
ગીગાસણ ગામે આધુનિક સેન્ટ્રલ એસી પ્રાથમિક શાળાનું નિર્માણકાર્ય, ધારાસભ્ય સહિત આગેવાનોની મુલાકાત  ધારી તાલુકાના ગીગાસણ ગામમાં દાતાશ્રી બોઘાભાઈ વશરામભાઈ સંઘાણીના સહયોગથી નવનિર્મિત સેન્ટ્રલ એ.સી. પ્રાથમિક શાળાનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ગામના બાળકોને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે હેતુથી આ શાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.  નિર્માણાધીન શાળાની મુલાકાત ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, જિલ્લા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ હીરપરા, તાલુકા ભાજપ મહામંત્રી પ્રીતેશભાઈ શિરોયા, માર્કેટિંગ યાર્ડના સદસ્ય હર્ષદભાઈ રાવલ તથા જયસુખભાઈ હિરાણી દ્વારા લેવામાં આવી હતી.  મુલાકાત દરમિયાન આગેવાનોએ શાળાના ચાલી રહેલા બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ઉપલબ્ધ થનારી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. સેન્ટ્રલ એ.સી. જેવી આધુનિક સુવિધા સાથે તૈયાર થનારી આ શાળા વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું ઉત્તમ વાતાવરણ પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.  દાતાશ્રી બોઘાભાઈ વશરામભાઈ સંઘાણી દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા આ યોગદાનને ગ્રામજનો માટે મહત્વપૂર્ણ પહેલ ગણાવવામાં આવી હતી. નવી શાળા તૈયાર થતાં ગીગાસણ ગામના બાળકોને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વધુ સારું વાતાવરણ મળશે. આ મુલાકાત દરમિયાન શાળાના નિર્માણકાર્યને લઈને સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.


અમરેલી, 04 સપ્ટેમ્બર (હિ.સ

ધારી તાલુકાના ગીગાસણ ગામમાં દાતાશ્રી બોઘાભાઈ વશરામભાઈ સંઘાણીના સહયોગથી નવનિર્મિત સેન્ટ્રલ એ.સી. પ્રાથમિક શાળાનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ગામના બાળકોને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે હેતુથી આ શાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

નિર્માણાધીન શાળાની મુલાકાત ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, જિલ્લા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ હીરપરા, તાલુકા ભાજપ મહામંત્રી પ્રીતેશભાઈ શિરોયા, માર્કેટિંગ યાર્ડના સદસ્ય હર્ષદભાઈ રાવલ તથા જયસુખભાઈ હિરાણી દ્વારા લેવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન આગેવાનોએ શાળાના ચાલી રહેલા બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ઉપલબ્ધ થનારી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. સેન્ટ્રલ એ.સી. જેવી આધુનિક સુવિધા સાથે તૈયાર થનારી આ શાળા વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું ઉત્તમ વાતાવરણ પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

દાતાશ્રી બોઘાભાઈ વશરામભાઈ સંઘાણી દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા આ યોગદાનને ગ્રામજનો માટે મહત્વપૂર્ણ પહેલ ગણાવવામાં આવી હતી. નવી શાળા તૈયાર થતાં ગીગાસણ ગામના બાળકોને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વધુ સારું વાતાવરણ મળશે. આ મુલાકાત દરમિયાન શાળાના નિર્માણકાર્યને લઈને સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande