
ગીર સોમનાથ 04 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયેલ નાણાં ધિરનાર શાહુકારોની કુલ સંખ્યા-૪૧ છે. આ તમામ શાહુકારોને ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ અંતર્ગત કામગીરી કરવાની રહે છે. આ તમામ શાહુકારોને અધિનિયમની જોગવાઇઓ મુજબ તારણવાળા ધિરાણ માટે ૧૨% તથા તારણ વિનાના ધિરાણ માટે ૧૫% મુજબ વ્યાજની જોગવાઇ નાણાં ધિરધાર અધિનિયમમાં કરી છે. તથા ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમની કલમ-૨૩(૧) મુજબ દરેક નાણાંકીય વર્ષ દરમિયાન નાણાં ધિરધાર હિસાબોનું ઓડીટ રજૂ કરવાનું હોય છે. આથી જિલ્લાના શાહુકારોએ પોતાનો ઓડીટ રીપોર્ટ રજૂ કરવાનો રહેશે.
ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમની કલમ-૨૧(૧) અંતર્ગત શાહુકારો દ્વારા ઓનલાઇન નોંધણી કરી તમામ માસિક/વાર્ષિક હિસાબો અને પત્રકો ઓનલાઇન રજુ કરવાના હોય છે. પરંતુ તેમના દ્વારા માસિક/વાર્ષિક હિસાબો અને પત્રકો ઓનલાઇન ઈ-કો.ઓપરેટીવ પોર્ટલ પર રજુ કરવામાં આવતા નથી. જે નાણાં ધિરધાર અધિનિયમની કલમ-૪૪ નું ઉલ્લંઘન થઇ રહ્યું છે.
રૂ. ૫૦ લાખથી ઓછુ ટર્ન ઓવર ધરાવતા શાહુકારોએ ખાતાના વૈધાનિક ઓડીટર પાસે તથા રૂ. ૫૦ લાખથી વધુ ટર્ન ઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટડ એકાઉન્ટન્ટ (સી.એ.) પાસે દર વર્ષે ઓડીટ કરાવવાનું રહેશે. જેથી તા.૩૧/૦૩/૨૦૨૬ સુધીનો ઓડીટ પૂર્ણ કરાવી ઓડીટ રીપોર્ટ ઓનલાઇન રજુ કરવા અવગત કરવામાં આવે છે.
જો દિવસ-૭માં સ્પષ્ટતા સહ ખુલાસો રજુ નહી કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગીર સોમનાથની કચેરીનો સંપર્ક કરવા રજિસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ અને જિલ્લા રજિસ્ટાર સહકારી મંડળીઓની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ