
ગીર સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ ૨૦૨૬–૨૭ માટે બહુસ્તરીય પધ્ધતીથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ તેમજ ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ જેવી યોજના નવી બાબત તરીકે મંજુર થયેલ હોય જેના માટે નવીન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ તા. ૦૩ થી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭થી નવીન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડુતોએ પોતાનું આધાર ઓર્થેન્ટિકેશન ફરજિયાત કરવાનું રહેશે. ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦, વેરાવળ ખાતે બિનચુક જમા કરાવવાના રહેશે તેમ નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ