સાવરકુંડલામાં વિકાસની નવી ભેટ: વોટર ટ્રીટમેન્ટ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ
અમરેલી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : સાવરકુંડલા શહેર માટે મહત્વપૂર્ણ વિકાસકાર્ય પૂર્ણ થતાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બંને મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને સાવર
સાવરકુંડલામાં વિકાસની નવી ભેટ: વોટર ટ્રીટમેન્ટ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ


અમરેલી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : સાવરકુંડલા શહેર માટે મહત્વપૂર્ણ વિકાસકાર્ય પૂર્ણ થતાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બંને મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા કરવામાં આવ્યું હતું.

શહેરમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા વધુ સુદૃઢ બને તેમજ ગંદા પાણીના યોગ્ય નિકાલ અને ટ્રીટમેન્ટની સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પ્લાન્ટ શરૂ થતાં સાવરકુંડલા શહેરના લોકોને આગામી સમયમાં વધુ સારી અને સુવ્યવસ્થિત પાણી તથા ગંદા પાણીની વ્યવસ્થાનો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

લોકાર્પણ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. શહેરના વિકાસમાં પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓનું મહત્વ સમજાવી આ પ્રોજેક્ટને સાવરકુંડલાના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું હતું.

લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના નાગરિકોને આધુનિક અને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે આવા વિકાસકાર્યો સતત આગળ વધારવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande