
અમરેલી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન છેલ્લા છ મહિનાથી ફરાર આરોપી હેમંત ખેતરીયાને પોલીસે ઝડપી લીધો છે. મળતી માહિતી મુજબ, હેમંત ખેતરીયા નામદાર અમરેલી સજાના વોરંટકામે લાંબા સમયથી પોલીસની પકડથી દૂર હતો.
આરોપી છેલ્લા છ મહિનાથી ફરાર હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે મળેલી બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે આરોપી સુધી પહોંચવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. સતત તપાસ અને વોચ બાદ પોલીસને આરોપી હેમંત ખેતરીયાનું ચોક્કસ લોકેશન મળ્યું હતું.
બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હેમંત ખેતરીયાને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ નામદાર અમરેલી સજાના વોરંટકામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની આ કામગીરીથી લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai