પોરબંદર ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ-2026
પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર ગોઢાણીયા કોલેજ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિવ
પોરબંદર         ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક         સન્માન સમારોહ-2026


પોરબંદર         ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક         સન્માન સમારોહ-2026


પોરબંદર         ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક         સન્માન સમારોહ-2026


પોરબંદર         ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક         સન્માન સમારોહ-2026


પોરબંદર         ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક         સન્માન સમારોહ-2026


પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર

ગોઢાણીયા કોલેજ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા

જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે શિક્ષક

દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ-2026 યોજાયો હતો.

વન

પર્યાવરણ કેબિનેટ મંત્રીઅર્જુનમોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં જિલ્લામાં શિક્ષણ

ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોના યોગદાનને બિરદાવવા તથા તેમની સેવાઓને પ્રોત્સાહિત

કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત

રહ્યા હતા.

કાર્યક્રમ

દરમિયાન મંત્રી અર્જુન મોઢવાડિયાએ ભાર મૂક્યો હતો કે કોઈપણ સમાજ અને રાષ્ટ્રની

પ્રગતિનો પાયો મજબૂત શિક્ષણ વ્યવસ્થા પર જ આધારિત છે. વર્તમાન સમયમાં વિજ્ઞાન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજીની હરણફાળ ગતિએ પરિવર્તનો

આવી રહ્યા છે, જેમાં સરકારે શિક્ષણક્ષેત્રે માતબર

બજેટ ફાળવ્યું છે અને યુવાનો સ્ટાર્ટઅપ તથા નવીનતા દ્વારા વૈશ્વિક સ્તરે અગ્રેસર

બની રહ્યા છે. આ બદલાતા યુગમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણ પ્રણાલીએ આધુનિક તકનીકો

સાથે કદમ મિલાવીને સતત આગળ વધવું અનિવાર્ય છે.

તેમણે

વધુમાં જણાવ્યું હતું કે,

ટેકનોલોજી ગમે તેટલી વિકસિત થાય, પરંતુ તે ક્યારેય શિક્ષકનું સ્થાન લઈ

શકતી નથી કારણ કે શિક્ષકમાં રહેલી સંવેદના, વિદ્યાર્થીઓની નબળાઈઓ પારખીને માર્ગદર્શન આપવાની ક્ષમતા અને આત્મીય

ભાવ મશીનોમાં હોઈ શકે નહીં. જોકે, આજના

આધુનિક યુગમાં શિક્ષકોએ પણ સમય સાથે પોતાના જ્ઞાનને અપડેટ કરીને સજ્જ બનવું પડશે, અને સરકાર તથા સમાજે પણ શિક્ષકોના હિતો

અને ઉત્તરદાયિત્વને ધ્યાનમાં રાખીને ગુણવત્તાયુક્ત શિક્ષણના વ્યાપને વધુ મજબૂત

બનાવવો પડશે.

જિલ્લા

શિક્ષણ અધિકારી વિનોદ પરમારે ઉપસ્થિત મહાનુભાવો, આચાર્યો અને શિક્ષકગણનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે ગુરુ

મહિમા વર્ણવતાં જણાવ્યું હતું કે અંધકારમાંથી જ્ઞાનના ઉજાસ તરફ લઈ જનાર ગુરુનું ઋણ

સ્વીકારવાનો આ ઉત્તમ અવસર છે. તેમણે સંસ્કૃત સુભાષિત ટાંકીને ઉમેર્યું હતું કે

વિદ્યા એવું સર્વોચ્ચ ધન છે જે વહેંચવાથી કે વાપરવાથી સતત વધે છે.

જિલ્લાની

શૈક્ષણિક પ્રગતિની વિગતો આપતાં તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં

100

ટકા પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ૫-૭થી વધીને આજે ૨૯ સુધી પહોંચી છે અને

મૂલ્યાંકન અંતર્ગત ધોરણ-6 માં આપણો જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. તેમણે

વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ શૈક્ષણિક પ્રકલ્પોમાં સૌ સહિયારા પ્રયાસોથી કામ

કરી જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં અગ્રેસર બનાવશે.

ડાયટના

આચાર્ય અલ્તાફભાઈ રાઠોડે શિક્ષકના

મહાત્મ્ય અને સમાજ ઘડતરમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન

કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કાર્ય કરતા નથી, પરંતુ તેમના જીવનમાં સંસ્કાર, મૂલ્યો અને આત્મવિશ્વાસનું સિંચન કરી

રાષ્ટ્રના ભાવિ નાગરિકોના ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે તમામ શિક્ષકોની

નિષ્ઠા, સમર્પણ અને સેવાભાવને બિરદાવી વધુ

ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સાથે શિક્ષણકાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

શિક્ષણ

સંઘના પ્રતિનિધિ લાખાભાઈ સુંદાવદરાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રના

સર્વાંગી વિકાસ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અમલમાં મૂકવામાં આવતી વિવિધ

યોજનાઓ શિક્ષણને સતત પ્રોત્સાહન અને વેગ આપનારી છે. સરકારની આ લોકકલ્યાણકારી

યોજનાઓના કારણે શૈક્ષણિક ક્ષેત્રમાં હકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે અને શિક્ષકો

તથા વિદ્યાર્થીઓને પણ તેનો સીધો લાભ મળી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રને લગતો કોઈપણ

પ્રશ્ન હોય ત્યારે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત જિલ્લા વહીવટી તંત્રના

તમામ અધિકારીઓ દ્વારા હંમેશા હકારાત્મક અભિગમ સાથે સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન

આપવામાં આવે છે. શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રી તથા વહીવટી તંત્ર દ્વારા

આપવામાં આવતો સહકાર શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ છે.

કાર્યક્રમમાં

ભોદ સીમ શાળા -1 ના

શિક્ષક અમિતભાઈ સાટાનું 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત' તથા રૂ. 15,000ના ચેક સાથે સન્માન કરાયું હતું. ધોરણ 7 થી જ શિક્ષક બનવાનો સંકલ્પ કરનાર

અમિતભાઈએ વર્ષ 2010 થી

આ અંતરિયાળ શાળામાં જોડાઈ બાળકોને અભ્યાસ ઉપરાંત વિશેષ તાલીમ આપી ઘડ્યા છે. તેમની

મહેનતથી શાળાના વિદ્યાર્થીઓ ચેસ તેમજ બાળવાર્તા સ્પર્ધામાં રાજ્ય કક્ષા સુધી

ઝળહળ્યા છે, જેનો તેમણે ગૌરવપૂર્વક સંતોષ વ્યક્ત

કર્યો હતો.

ઉપરાંત SSC અને HSC પરીક્ષામાં 100 ટકા પરિણામ પ્રાપ્ત કરનાર સીધપુર, ભટ, છાત્રાવા, સીમાણી, બળેજ, નાગકા, વિસાવાડા અને કડછ સહિતના ગામોની સરકારી શાળાઓ તેમજ મદ્રેસા હાઈસ્કૂલ, સાંઈ માધ્યમિક શાળા, વિનય મંદિર બોખીરા, આદર્શ નિવાસી શાળા, આર્યકન્યા ગુરુકુળ અને સિગ્મા ઈંગ્લીશ

સ્કૂલ, રાણાવાવ સહિતની શાળાઓનું પણ સન્માન

કરવામાં આવ્યું હતું. તેમજ પરેશભાઈ હિંગળાજીયા અને સાધનાબેન મોઢાનું પણ શ્રેષ્ઠ

શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande