કપરાડામાં ‘પોષણ ઉત્સવ-2026’ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
વલસાડ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : કપરાડા તાલુકાના આઈસીડીએસ ઘટક-૧, ૨ અને ૩ દ્વારા ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ૧૭ સેજાની આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અંદાજે ૧૫૦ જેટલી
કપરાડામાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલી પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન તથા વિજેતા સ્પર્ધકોનું સન્માન કરાયું.


વલસાડ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : કપરાડા તાલુકાના આઈસીડીએસ ઘટક-૧, ૨ અને ૩ દ્વારા ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ૧૭ સેજાની આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અંદાજે ૧૫૦ જેટલી પૌષ્ટિક વાનગીઓ રજૂ કરી હતી.

સ્પર્ધાનો મુખ્ય હેતુ પૌષ્ટિક આહાર, મિલેટ્સ તેમજ આંગણવાડીમાંથી મળતા ટી.એચ.આર.ના પોષણમૂલ્ય અંગે જનજાગૃતિ કેળવવાનો હતો. દરેક સેજા દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં મિલેટ્સ અને ટી.એચ.આર. આધારિત વાનગીઓ ઉપરાંત પ્રાદેશિક થાળીનો પણ સમાવેશ કરાયો હતો.

વાનગીઓનું મૂલ્યાંકન આયુષ મેડિકલ ઓફિસર, આરબીએસકે મેડિકલ ઓફિસરો તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ આસિસ્ટન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. પોષણ મૂલ્ય, સામગ્રીની ઉપલબ્ધતા સહિતના વિવિધ માપદંડોને આધારે નિષ્પક્ષ મૂલ્યાંકન કરી વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. વિજેતા કાર્યકર બહેનોને જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.

કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા સંગઠન પ્રમુખ તથા તાલુકા પંચાયતના સદસ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખે તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવી તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા અને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ આસિસ્ટન્ટ દ્વારા ભોજનમાં સરગવાના પાનનું મહત્વ તેમજ આહારમાં વિવિધતાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈસીડીએસ કપરાડા ઘટક-૧ના સીડીપીઓ ઉન્નતિબેન એન. ચૌધરી અને કપરાડા ઘટક-૨ના સીડીપીઓ હસુમતી દિવા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન તથા આઈસીડીએસ કચેરી કપરાડાના સ્ટાફના સહિયારા પ્રયાસોથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande