સુરતના આંગણે રવિવારે ‘ફિટ ઇન્ડિયા-સંડેઝ ઓન સાયકલ’ની 89મી કડી યોજાશે
સુરત, 05 સપ્ટેમ્બર (હિ.સ.) ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી ‘ફિટ ઇન્ડિયા-સંડેઝ ઓન સાયકલ’ની 89મી કડીનું તા.૬ઠ્ઠી સપ્ટેમ્બર ના રોજ રવિવારે સુરત શહેરના વરાછાના મુખ્ય રસ્તા પર ખાતે કરવામાં આ
સુરતના આંગણે રવિવારે ‘ફિટ ઇન્ડિયા-સંડેઝ ઓન સાયકલ’ની 89મી કડી યોજાશે


સુરત, 05 સપ્ટેમ્બર (હિ.સ.) ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી ‘ફિટ ઇન્ડિયા-સંડેઝ ઓન સાયકલ’ની 89મી કડીનું તા.૬ઠ્ઠી સપ્ટેમ્બર ના રોજ રવિવારે સુરત શહેરના વરાછાના મુખ્ય રસ્તા પર ખાતે કરવામાં આવ્યું છે. આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી સાયકલ રેલીનો પ્રારંભ કરાવશે.

આ સાયકલોથોન રેલી આગામી તા.6 સપ્ટેમ્બરના રવિવારના રોજ સવારે 6:15 વાગ્યે સરદાર પટેલ સ્ટેચ્યુ, માનગઢ ચોક, વરાછા રોડ ખાતે પ્રારંભ થશે તથા પ્રાણીસંગ્રહાલય, સરથાણા જકાતનાકા, વરાછા રોડ ખાતે સમાપન થશે.

આ વખતની સાયકલ રેલી ‘શિક્ષક દિન’ અને ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન’ ની થીમ પર યોજાશે. આ કાર્યક્રમમાં ભારતના જાણીતા આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ, 'સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા' વિસ્પી ખરાડી, 'આયર્ન ટીથ મેન ઓફ ઇન્ડિયા' રાકેશ સૈની તેમજ 'બોડી આર્કિટેક્ટ' ભીષ્મ મદાહની વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી ઉત્સાહ વધારશે. આ રેલીમાં મોટી સંખ્યામાં સાયકલિંગ કરનારાઓને જોડાવા માટે વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande