વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન, આ વખતે ગુજરાત વડાપ્રધાનનું ‘સ્વચ્છતા સે સ્વાગત’ કરશે
વડોદરા/ગાંધીનગર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : 8 સપ્ટેમ્બર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને નવસારીની મુલાકાતે આવશે. આ પ્રસંગે તેમના હસ્તે ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વખતે ગુજરાતે વડાપ્રધાનના સ્વાગત
વડાપ્રધાનનું ‘સ્વચ્છતા સે સ્વાગત’ કરશે


વડાપ્રધાનનું ‘સ્વચ્છતા સે સ્વાગત’ કરશે


વડોદરા/ગાંધીનગર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : 8 સપ્ટેમ્બર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને નવસારીની મુલાકાતે આવશે. આ પ્રસંગે તેમના હસ્તે ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વખતે ગુજરાતે વડાપ્રધાનના સ્વાગત માટે એક નવો અભિગમ અપનાવ્યો છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનને જન આંદોલનમાં રૂપાંતરિત કરવા માટે તેમના નેતૃત્વમાં થયેલી નોંધપાત્ર સફળતાને ધ્યાનમાં રાખીને, આ વખતે વડાપ્રધાનનું ‘સ્વચ્છતા સે સ્વાગત’ કરવામાં આવશે. આ વિશેષ અભિયાનના ભાગરૂપે અત્યારે વડોદરા અને નવસારીમાં સપ્તાહભરથી વિવિધ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

સ્વચ્છ ભારત અભિયાનના વિવિધ પાસાઓ વિશે વડાપ્રધાનએ હંમેશા દેશવાસીઓ સાથે સંવાદ કર્યો છે. તેમણે કહ્યું છે, “સ્વચ્છતા અભિયાન માટે સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસની સાથે સાથે, સબ કા પ્રયાસ મહત્વપૂર્ણ છે. વર્તમાન પેઢીએ સ્વચ્છતા અભિયાનને મજબૂત કરવા માટે પહેલ કરી છે. ટોફીના રેપર્સ હવે ગમે ત્યાં જમીન પર ફેંકવામાં આવતા નથી પરંતુ બાળકો તેને ખિસ્સામાં નાંખે છે. નાના બાળકો હવે વડીલોને ગંદવાડ ટાળવાનું કહે છે. સફાઇ એક જીવનશૈલી છે, સફાઇ એ જીવનનો મંત્ર છે.”

ઉલ્લેખનીય છે કે ગુજરાત મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પ્રવાસનની સંભાવનાઓ વધારવા માટે નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ પ્રયાસો હાથ ધર્યા હતા. તે સમયે તેમણે નિર્મલ ગુજરાત કાર્યક્રમ દ્વારા સ્વચ્છતાને એક જન આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું.

વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ‘સ્વચ્છતા સે સ્વાગત’ના વિશેષ અભિયાન અંતર્ગત સ્વચ્છ, હરિયાળા અને સ્વસ્થ વડોદરાના નિર્માણના સંકલ્પ સાથે સમગ્ર જિલ્લામાં સઘન સફાઈ અને વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લાના આશરે 250 ગામોને તેમાં આવરી લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 313 ચો.કિ.મી. વિસ્તારમાં સફાઈ, 505 કિ.મી. રસ્તાઓની સફાઈ અને આશરે 1835 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કામગીરી હજુ પણ વિવિધ વિસ્તારોમાં પ્રગતિ હેઠળ છે.

આ અભિયાન દરમિયાન મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, ગામના ચોરા, પંચાયત કચેરીઓ, શાળા અને આંગણવાડી પરિસરો, આરોગ્ય કેન્દ્રો, તળાવો, કુવાઓ અને જળાશયોની આસપાસના વિસ્તારોમાંથી કચરો, કાટમાળ અને ઝાડી-ઝાંખરા દૂર કરી સઘન સફાઈ કરવામાં આવી છે. ઘન કચરાના વૈજ્ઞાનિક સંગ્રહ, પરિવહન અને યોગ્ય નિકાલની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે, જેથી લાંબા ગાળે સ્વચ્છતા જળવાઈ રહે. વડોદરા સાથે નવસારીમાં પણ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં સરકારી જમીનો, રસ્તાની બંને બાજુ, શાળા-આંગણવાડી પરિસરો, તળાવો અને જળાશયોની આસપાસ તેમજ અન્ય યોગ્ય સ્થળોએ વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વાવેલા રોપાઓના જતન, સંરક્ષણ અને નિયમિત પાણી તથા માવજતની વ્યવસ્થા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર અભિયાનમાં સ્થાનિક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવાનો અને નાગરિકોની સક્રિય લોકભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી અંગે જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. ‘સ્વચ્છતા સે સ્વાગત’ની આ સંયુક્ત પહેલ દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande