મુંદરા પોર્ટ બહાર ખાલી કન્ટેનર યાર્ડનો વિવાદ ઉગ્ર, એસોસીએશનના વિરોધ સામે અદાણી પોર્ટ્સ મક્કમ
કચ્છ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : મુંદરા પોર્ટ બહાર આવેલા એમ્પ્ટી કન્ટેનર યાર્ડના કોડ બંધ કરવાના નિર્ણયને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં એમ્પ્ટી કન્ટેનર યાર્ડ એસોસીએશન દ્વારા છેલ્લા છ દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આજે રંગોલી
મુન્દ્રા એમ્પ્ટી કન્ટેનર કોડ સામે પ્રદર્શન


મુન્દ્રા એમ્પ્ટી કન્ટેનર કોડ સામે પ્રદર્શન


મુન્દ્રા એમ્પ્ટી કન્ટેનર કોડ સામે પ્રદર્શન


કચ્છ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : મુંદરા પોર્ટ બહાર આવેલા એમ્પ્ટી કન્ટેનર યાર્ડના કોડ બંધ કરવાના નિર્ણયને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં એમ્પ્ટી કન્ટેનર યાર્ડ એસોસીએશન દ્વારા છેલ્લા છ દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આજે રંગોલી ગેટ નજીક ધરણા સાથે મોખા ટોલ નાકા પાસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આગેવાનો અને એસોસીએશનના સભ્યોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ કરી રહેલા સંગઠનોનું કહેવું છે કે મુંદરા પોર્ટની બહાર વર્ષોથી કાર્યરત ખાલી કન્ટેનર યાર્ડ સાથે મોટી સંખ્યામાં પરિવારોની આજીવિકા જોડાયેલી છે. કોડ બંધ કરવાના નિર્ણયથી 5 હજારથી વધુ પરિવારોની રોજીરોટી પર સીધી અસર થવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કન્ટેનર ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો અને એસોસીએશનોએ પણ આ લડતને સમર્થન જાહેર કર્યું છે.

આંદોલન દરમિયાન આગેવાનોએ ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા વાહનચાલકોને પણ પોતાના વાહનો થોભાવી વિરોધમાં જોડાવા અપીલ કરી હતી. કન્ટેનર ટ્રાન્સપોર્ટ સંગઠનો દ્વારા ખાલી કન્ટેનર ઉપાડવાની કામગીરી બંધ કરવામાં આવતા મુંદરા પોર્ટ ખાતે કન્ટેનર વ્યવહાર પર પણ તેની અસર જોવા મળી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધરણા સ્થળેથી સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ રાજકીય આગેવાનોએ કોડ બંધ કરવાના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી હતી.

જોકે, બીજી તરફ અદાણી પોર્ટ્સ દ્વારા પોતાના સમર્પિત ખાલી કન્ટેનર યાર્ડના ઓપરેશન્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા આગામી 10 સપ્ટેમ્બરથી એમ્પ્ટી કન્ટેનર સિક્યોરિટી એક્ઝામિનેશન ફી લાગુ કરવાની પણ જાહેરાત કરાઈ છે.આ સ્થિતિમાં એક તરફ યાર્ડ એસોસીએશન અને વિવિધ સંગઠનોનો વિરોધ યથાવત છે, જ્યારે બીજી તરફ અદાણી પોર્ટ્સ પોતાના નિર્ણય પર મક્કમ હોવાનું સામે આવ્યું છે. પરિણામે મુંદરા પોર્ટ બહારનો એમ્પ્ટી કન્ટેનર યાર્ડ વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે કોઈ સમાધાન થાય છે કે વિરોધ વધુ તીવ્ર બને છે તેના પર સૌની નજર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande