ભાવનગર ઝોનના 4 જિલ્લાઓમાં ‘સ્વચ્છ શહેર 100 દિવસ મહાઅભિયાન’નો પ્રારંભ
ભાવનગર, 06 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યભરમાં ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અંતર્ગત તારીખ ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ‘સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહાઅભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના અસરકારક અમલીકરણ અને સઘ
ભાવનગર ઝોનના 4 જિલ્લાઓમાં ‘સ્વચ્છ શહેર 100 દિવસ મહાઅભિયાન’નો પ્રારંભ


ભાવનગર, 06 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યભરમાં ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અંતર્ગત તારીખ ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ‘સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહાઅભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના અસરકારક અમલીકરણ અને સઘન પ્લાનિંગ અર્થે ભાવનગર ઝોન કચેરી ખાતે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ (ભાવનગર ઝોન) અને અધિક કલેકટરની અધ્યક્ષતામાં એક અગત્યની રીવ્યુ મીટીંગ યોજાઈ ગઈ.

આ સમીક્ષા બેઠકમાં ભાવનગર ઝોન હેઠળ આવતા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ એમ ૪ જીલ્લાઓની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓ હાજર રહ્યા હતા. મીટીંગ દરમિયાન ૧૦૦ દિવસના મહાઅભિયાન અંતર્ગત તમામ શહેરો Visible Cleanliness સુનિશ્ચિત કરવા અને સ્વચ્છતાના નિર્ધારિત લક્ષ્યાંકો સમયસર સિદ્ધ કરવા અંગે વિગતવાર માર્ગદર્શન અને કડક દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

બેઠક દરમિયાન પ્રાદેશિક કમિશ્નર દ્વારા તમામ નગરપાલિકાઓને ૧૦૦% ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સુનિશ્ચિત કરવા આદેશ અપાયા હતા, જેમાં રહેણાંક વિસ્તારોમાં દિવસમાં ૧ વખત અને કમર્શિયલ વિસ્તારોમાં દિવસમાં ૨ વખત કલેક્શન કરવાની સાથે કચરાના વાહનોમાં GPS/VTMS મોનિટરિંગ અને સાઉન્ડ સિસ્ટમ દ્વારા જિંગલ વગાડવી ફરજિયાત બનાવવામાં આવી છે. શહેરમાંથી તમામ ન્યુસન્સ પોઈન્ટ્સ (CTU) ની ઓળખ કરી તેનું GIS/Geo-tagging મેપિંગ કરી તેને સંપૂર્ણ નાબૂદ કરવા તથા તે જગ્યાઓ પર વોલ આર્ટ, પેઇન્ટિંગ કે વૃક્ષારોપણ કરીને સુંદર બ્યુટીફિકેશન કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત, વોલીન્ટીર્સ, NGOs, NSS અને સખી મંડળોની બનેલી ‘સ્વચ્છતા આર્મી’ દ્વારા ઘરે-ઘરે અને શાળાઓમાં કચરાના ૪ પ્રકારે વર્ગીકરણ (ભીનો, સૂકો, સેનિટરી અને જોખમી કચરો) અંગે જાગૃતિ ફેલાવી સંકલ્પ પત્રો ભરાવવામાં આવશે. જાહેર સ્થળો પર ગંદકી કરનારાઓ સામે સ્વચ્છતા માર્શલ દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરાશે.

નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી દૈનિક કામગીરી, કચરાનું પ્રોસેસિંગ, જનજાગૃતિ કાર્યક્રમો અને નાગરિકોની ફરિયાદોના ૨૪ કલાકમાં નિવારણ અંગેનો દૈનિક રિપોર્ટ જીઓ-ટેગ ફોટોગ્રાફ્સ સાથે 'સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર' (SSK) પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. કામગીરી પર કડક દેખરેખ રાખવા માટે પ્રાદેશિક કચેરી કક્ષાએથી 'સ્વચ્છતા ફ્લાઈંગ સ્ક્વોર્ડ' દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે.

અંતમાં, કમિશ્નરએ ભાવનગર ઝોનના તમામ શહેરો સ્વચ્છ અને કચરામુક્ત બનાવવા માટે લોકપ્રતિનિધિઓ અને નાગરિકોને આ અભિયાનમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande