પાલીતાણાથી બાંદ્રા ટર્મિનસ માટે 07 સપ્ટેમ્બરે ચાલશે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
ભાવનગર 06 સપ્ટેમ્બર (હિ.સ.) પાલીતાણા સ્થિત પ્રસિદ્ધ જૈન તીર્થસ્થળ ખાતે શ્રદ્ધાળુઓની સંભવિત વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધા માટે પાલીતાણા–બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણ
પાલીતાણાથી બાંદ્રા ટર્મિનસ માટે


ભાવનગર 06 સપ્ટેમ્બર (હિ.સ.) પાલીતાણા સ્થિત પ્રસિદ્ધ જૈન તીર્થસ્થળ ખાતે શ્રદ્ધાળુઓની સંભવિત વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધા માટે પાલીતાણા–બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેનના સંચાલનથી જૈન તીર્થયાત્રીઓ તેમજ અન્ય મુસાફરોને પાલીતાણા અને મુંબઈ વચ્ચે વધારાની રેલ સુવિધા ઉપલબ્ધ થશે.

મંડળ રેલ પ્રબંધક, ભાવનગર, શ્રી દિનેશ વર્માએ જણાવ્યું હતું કે ભાવનગર મંડળ દ્વારા યાત્રિયોની સુવિધા અને સરળ અવરજવરને પ્રાથમિકતા આપતાં તહેવારો તથા ધાર્મિક આયોજનો દરમિયાન યાત્રિયોની વધતી માંગને પહોંચી વળવા માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ વિશેષ ટ્રેન શ્રદ્ધાળુઓને સુવિધાજનક અને સરળ રેલ મુસાફરી પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર, અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર વિશેષ ટ્રેનનું સંચાલન નીચે મુજબ રહેશે:

બાંદ્રા ટર્મિનસ–પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ (ટ્રેન નંબર 09023) બાંદ્રા ટર્મિનસથી 06 સપ્ટેમ્બર 2026 (રવિવાર)ના રોજ 19:25 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07 સપ્ટેમ્બરે 09:25 કલાકે પાલીતાણા પહોંચશે.

પરત ફરતી દિશામાં પાલીતાણા–બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (ટ્રેન નંબર 09024) 07 સપ્ટેમ્બર 2026 (સોમવાર)ના રોજ પાલીતાણાથી 20:00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08 સપ્ટેમ્બરે 09:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ વિશેષ ટ્રેન બંને દિશામાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. મુસાફરોની સુવિધા માટે ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા SLRD કોચ ઉપલબ્ધ રહેશે.

ટ્રેન નંબર 09023 અને 09024 માટે આરક્ષણ બુકિંગ 05 સપ્ટેમ્બર 2026 (શનિવાર)થી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા શરૂ થશે.

યાત્રીયોને વિનંતી છે કે, તેઓ મુસાફરી પહેલાં ટ્રેનના સમય, સ્ટોપેજ તથા કોચની રચના અંગેની વિગતવાર માહિતી ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવીને પોતાની મુસાફરીનું આયોજન કરે. પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા, સુરક્ષિત અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande