સિદ્ધપુર તાલુકાના કલ્યાણામાં ₹2.80 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત
પાટણ, 05 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹2.80 કરોડના ખર્ચે સીસી રોડ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ કલવર્ટના વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે આ વિકાસકામોનું ખાતમુહૂ
સિદ્ધપુર તાલુકાના કલ્યાણામાં ₹2.80 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત


સિદ્ધપુર તાલુકાના કલ્યાણામાં ₹2.80 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત


પાટણ, 05 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹2.80 કરોડના ખર્ચે સીસી રોડ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ કલવર્ટના વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે આ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને તે હેતુથી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

કલ્યાણા ગામના લોકોને સારી અને સુવિધાયુક્ત રોડ વ્યવસ્થા મળી રહે તેમજ ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા દૂર થાય તે માટે સીસી રોડ અને બોક્સ કલવર્ટનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રકારના માળખાકીય વિકાસકામોથી ગામમાં આવાગમન સરળ બનવાની સાથે ગ્રામીણ વિસ્તારના વિકાસને પણ વેગ મળશે તેમ જણાવાયું હતું.

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો નંદાજી ઠાકોર, મુકેશભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, મહેશભાઈ દેસાઈ, છનાજી ઠાકોર, ડાયાભાઈ દેસાઈ, શૈલેષભાઈ પટેલ, અભુજી ઠાકોર, કાંતિભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, વિજયભાઈ મકવાણા, જસુભાઈ પટેલ, ભરતસિંહ, નાગજીભાઈ દેસાઈ અને કિરણભાઈ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande