નિમુબેન બાંભણીયાના જન્મદિવસ નિમિત્તે ઘોઘામાં 613 વયોવૃદ્ધોને નિઃશુલ્ક સહાયક ઉપકરણોનું વિતરણ
ભાવનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.)કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના જન્મદિવસ નિમિત્તે આજે ઘોઘા ખાતે વયોવૃદ્ધો માટે નિઃશુલ્ક સહાયક ઉપકરણ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવશે. રાણાધર સ્કૂલ, મોરચંદ, ઘોઘા ખાતે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત
નિમુ બેન ફાઈલ ફોટો


ભાવનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.)કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના જન્મદિવસ નિમિત્તે આજે ઘોઘા ખાતે વયોવૃદ્ધો માટે નિઃશુલ્ક સહાયક ઉપકરણ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવશે. રાણાધર સ્કૂલ, મોરચંદ, ઘોઘા ખાતે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળની ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત આ સેવા કાર્યક્રમ યોજાશે.

આ શિબિરમાં અગાઉ મૂલ્યાંકન કરાયેલા 613 વરિષ્ઠ નાગરિકોને કુલ રૂ.55.12 લાખના ખર્ચે વિવિધ સહાયક ઉપકરણોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમનો હેતુ વયસ્ક નાગરિકોને તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં સરળતા રહે અને આત્મનિર્ભરતા વધે તે માટે જરૂરી સહાય પૂરી પાડવાનો છે.

એલિમ્કો દ્વારા ભાવનગર જિલ્લાના વિવિધ બ્લોકમાં જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તા.30 જૂનથી 16 જુલાઈ 2025 દરમિયાન મૂલ્યાંકન શિબિરો યોજવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ ભાવનગર જિલ્લામાં કુલ 8,091 વરિષ્ઠ નાગરિકોને 45,968 સહાયક ઉપકરણોના નિઃશુલ્ક વિતરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ ઉપકરણોની કુલ કિંમત રૂ.7.65 કરોડ જેટલી છે.

ઘોઘા ખાતે યોજાનારી શિબિરમાં એલિમ્કો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પ્રકારના સહાયક ઉપકરણોનું વિતરણ થશે. જેમાં વ્હીલચેર, વોકિંગ સ્ટીક, શ્રવણ યંત્ર, કૃત્રિમ દાંત, વિવિધ પ્રકારના બેલ્ટ, વોકર, કમોડ સ્ટૂલ સહિતના ઉપકરણોનો સમાવેશ થાય છે.

જન્મદિવસની ઉજવણીને સેવા કાર્ય સાથે જોડીને યોજાનાર આ કાર્યક્રમથી વયોવૃદ્ધોને ઉપયોગી સહાય મળી રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande