રિક્ષા અને ટેક્સીચાલકોની હડતાળનો બીજો દિવસ,પોલીસે કહ્યું- 'મુસાફરોને હેરાન કરાશે તો કાર્યવાહી થશે'
- એએમટીએસ એ રેલવે સ્ટેશનથી 10 બસ દોડાવી અમદાવાદ,08 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ શહેરમાં ઓલા-ઉબેર-રેપિડો સહિતની ઓનલાઈન એપ્લિકેશન સામે રિક્ષા અને ટેક્સી ચાલકોએ ચાર દિવસ હડતાલનું એલાન આપ્યું છે. આજે બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી છે. સોમવારે આરટ
Second day of rickshaw and taxi drivers' strike


- એએમટીએસ એ રેલવે સ્ટેશનથી 10 બસ દોડાવી

અમદાવાદ,08 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ શહેરમાં ઓલા-ઉબેર-રેપિડો સહિતની ઓનલાઈન એપ્લિકેશન સામે રિક્ષા અને ટેક્સી ચાલકોએ ચાર દિવસ હડતાલનું એલાન આપ્યું છે. આજે બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી છે.

સોમવારે આરટીઓ અને ટ્રાફિક વિભાગ સાથે યોજાયેલી બેઠક અનિર્ણિત રહેતા 10મી સુધી હડતાળ યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી.રોજગાર બચાવો આંદોલનના પહેલા દિવસે અમુક જ રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો હડતાલમાં જોડાયા હતા. જેના કારણે યુનિયનના લોકો લાકડીઓ લઈને રસ્તા પર ઊતરી તેમને હડતાલમાં જોડાવવા માટે સમર્થન માંગી રહ્યા હતા. જો કે તે દરમિયાન ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા પોલીસે મેદાનમાં આવવું પડ્યું.પોલીસ કમિશનરે પણ કહ્યું છે કે, લોકોને હેરાન કરવામાં આવશે તો કાર્યવાહી કરાશે.

રિક્ષા ચાલકોની હડતાલના પગલે એએમટીએસ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોને અલગ અલગ સ્થળોએ જવા માટે હાલાકી ન પડે તેના માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે 8 સપ્ટેમ્બરે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશને એએમટીએસની 10 બસ મુસાફરો માટે મુકવામાં આવી હતી. જે બસમાં બેસીને મુસાફરો પોતાની નિર્ધારિત જગ્યા પર રવાના થયા હતા.

સતત બીજા દિવસે પણ રિક્ષા-ટેક્સી યુનિયનની હડતાલને સારો પ્રતિસાદ મળ્યો હતો. જો કે મોટા ભાગના રિક્ષા ચાલકો હડતાલમાં જોડાયા નથી અને રિક્ષાઓ ચાલુ રાખી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોને બેસાડીને લઈને જતી અનેક રિક્ષાઓ જોવા મળી છે.

અમદાવાદના પોલીસ કમિશ્નર, અનુપમસિંહ ગહેલોતના જણાવ્યા પ્રમાણે, જે રિક્ષા ચાલી રહી છે તેને અન્ય ચાલકો રોકવાનો પ્રયત્ન કરશે કે કાયદા વિરુદ્ધ કામ કરશે તો તેની પર સખત કાર્યવાહી કરવામાં આવશે. રિક્ષાચાલકોની ડિમાન્ડ અંગે વાતચીત કરવા માટે અમે એક ટીમ બનાવી છે. આનું સમાધાન નીકળશે. પરંતુ આ દરમિયાન લોકોને તકલીફ ન પડે તે રીતે કામ કરવામાં આવશે. જો મુસાફરોને ચાલકો પરેશાન કરશે તો તેમની અટકાયત કરવામાં આવી રહી છે.

હડતલાના પહેલા દિવસે લોકો મુસાફરો પાસેથી પૈસાની લૂંટ ચલાવી રહ્યા છે. રેલ્વે સ્ટેશન, મેટ્રો સ્ટેશન સહિતની જગ્યા ઉપરથી અન્ય સ્થળ પર જવા માટે રિક્ષા કે ટેક્સી ન મળતા કેટલાક રિક્ષા ચાલકો મનફાવે તેમ ભાડું વસૂલી રહ્યા હતા. મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવે તેમના પાસેથી વધારે પૈસા વસૂલી લૂંટ ચલાવવામાં આવી રહી હતી. જેથી બીજા દિવસે પણ અનેક જગ્યાએ મુસાફરોને વધારે પૈસા આપીને મુસાફરી કરવી પડશે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ જેસીપીએ જણાવ્યું છે કે રિક્ષા ચાલકોની હડતાલના પગલે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓને બંદોબસ્ત માટે સૂચના આપી દેવામાં આવી છે. રિક્ષા ચાલકોના આગેવાનો સાથે પણ મિટિંગ કરી અને જણાવવામાં આવ્યું છે કે,જુઓ કોઈપણ વ્યક્તિ કે મુસાફરોને હેરાન કરવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના રેલવે અને એસટી બસ સ્ટેન્ડની બહાર પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

ઓલા, ઉબેર, રેપિડો જેવી ઓનલાઈન ટેક્સી એપ્લિકેશનો સામે અમદાવાદના 3.70 રિક્ષા અને ટેક્સી ચાલકોનું ‘રોજગાર બચાવો’ આંદોલન ઉગ્ર બન્યું છે. વારંવાર રજૂઆત છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અમદાવાદ રિક્ષાચાલક એકતા સહિતના વિવિધ સંગઠનો દ્વારા 10 સપ્ટેમ્બર સુધી 4 દિવસના સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે.

વટવા રેલવે સ્ટેશન ખાતે પણ એક કન્ટ્રોલરની નિમણૂક કરીને બે વધારાની બસો મુકવામાં આવી છે. આ બસો ગીતામંદિર થઈને કાલુપુર અને મણિનગર તરફ મુસાફરોને પહોંચાડશે. જ્યારે આ વિસ્તારના રૂટ પર ચાલતી 8 બસો ગીતામંદિર થઈને લાલદરવાજા સુધી સેવા આપશે. શહેરના મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ હબ ગીતામંદિર ખાતે ફ્લાઈંગ ટીમ તૈનાત રહેશે. અહીંથી પસાર થતી વિવિધ રૂટની બસો આશરે 15થી 20 મિનિટના અંતરે દોડાવવામાં આવશે, જેથી રિક્ષા સેવા ખોરવાઈ હોવા છતાં મુસાફરોને જાહેર પરિવહનનો વિકલ્પ મળી રહે.

50થી વધુ બસો ગીતામંદિર, લાલદરવાજા, વાડજ અને નરોડા સહિતના વિસ્તારોમાં મુસાફરોને પહોંચાડશે

કાલુપુર રે-સ્ટે ખાતે સારંગપુર કેબિન કન્ટ્રોલર ઉપરાંત બે ફ્લાઈંગ ટીમો તૈનાત કરવામાં આવી છે. અહીં ચાર વધારાની બસો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત કાલુપુર વિસ્તારમાંથી પસાર થતા વિવિધ રૂટની 50થી વધુ બસો ગીતામંદિર, લાલદરવાજા, વાડજ અને નરોડા સહિતના વિસ્તારોમાં મુસાફરોને પહોંચાડશે.

સોમવારે મધ્યરાત્રિથી શરૂ થયેલી હડતાળમાં યુનિયને 3 લાખ રિક્ષા અને 70 હજાર ટેક્સી ચાલકો જોડાશે તેવો દાવો કર્યો હતો, પરંતુ અનેક વિસ્તારોમાં વાહનો ચાલુ રહેતાં હડતાળને ફિક્કો પ્રતિસાદ સાંપડ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande