શ્રાવણ કૃષ્ણ એકાદશી અને સોમનાથ મહાદેવને અલૌકિક 'વૈષ્ણવ દર્શન શૃંગાર
સોમનાથ,08 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તથા સોમવારના પવિત્ર ''હરિ-હર'' સંયોગ નિમિત્તે દેવાધિદેવ સોમનાથ મહાદેવને અલૌકિક વૈષ્ણવ દર્શન શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ
સોમનાથ મહાદેવને અલૌકિક 'વૈષ્ણવ દર્શન


સોમનાથ,08 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તથા સોમવારના પવિત્ર 'હરિ-હર' સંયોગ નિમિત્તે દેવાધિદેવ સોમનાથ મહાદેવને અલૌકિક વૈષ્ણવ દર્શન શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પાવન શૃંગાર શૈવ અને વૈષ્ણવ પરંપરાના દિવ્ય એકાત્મભાવનું અનોખું પ્રતીક બન્યો હતો. એકાદશીના પવિત્ર દિને જ્યોતિર્લિંગ સમક્ષ શ્રીગોવર્ધનનાથજી (શ્રીનાથજી પ્રભુ)નું મનોહર સ્વરૂપ કંડારવામાં આવ્યું હતું, જેમાં યમુના મહારાણીજી તથા શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપોની ઝાંખી પણ શૃંગારમાં દર્શનીય બની હતી.

સનાતન ધર્મની 'વૈવિધ્યમાં એકતા'ની ભાવનાને ઉજાગર કરતા આ અલૌકિક શૃંગારના દર્શન કરી હજારો ભાવિક ભક્તો શિવ અને વિષ્ણુના એકીકૃત સ્વરૂપની અનુભૂતિ સાથે ધન્યતા અનુભવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande