ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં કેદારેશ્વર મહાદેવ મંદિર
ગીર સોમનાથ 8 સપ્ટેમ્બર (હિ.સ.) વેરાવળ મા કેદારેશ્વર મંદિર સોમનાથ આવતા યાત્રીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં કેદારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર ઉત્તરાખંડના કેદારનાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ છે. શ્રાવણ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ


ગીર સોમનાથ 8 સપ્ટેમ્બર (હિ.સ.) વેરાવળ મા કેદારેશ્વર મંદિર સોમનાથ આવતા યાત્રીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં કેદારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર ઉત્તરાખંડના કેદારનાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં ભક્તોને અમરનાથ દર્શનનો લાભ મળે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ પૂરી કરાઈ છે. કેદારેશ્વર મહાદેવ ટ્રસ્ટ વતી યાત્રીઓ અને શ્રદ્ધાળુઓને અમરનાથ સ્વરૂપના દર્શનનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે.

આ મંદિર વેરાવળ શહેરના ટાવર ચોક નજીક પ્રવીણ પાવભાજીવાળા રોડ પર આવેલું છે. શહેરના મધ્યમાં હોવાથી તે દેશ-વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ચોપાટી, મુખ્ય બજાર, જલારામ મંદિર અને સાઈબાબા મંદિરની નજીક હોવાથી ઘણા યાત્રીઓ કેદારેશ્વર મહાદેવના દર્શનનો લાભ લે છે.

કેદારેશ્વર મંદિરના પૂજારી શુભમભાઈ ગૌસ્વામીએ જણાવ્યું કે, મંદિરની સ્થાપના થઈ ત્યારથી અહીં આવતા શ્રદ્ધાળુઓની માનતા કેદારનાથ પૂર્ણ કરે છે તેવી માન્યતા છે. વેરાવળ શહેરના વેપારીઓ અને સ્થાનિક લોકો દરરોજ સવારે દર્શન અને પૂજા પાઠ માટે મંદિરે આવે છે અને પછી પોતાના કામ પર જાય છે.

કેદારેશ્વર મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ શરૂઆતમાં આ જગ્યા પર એક નાનું મંદિર બનાવવાનું વિચાર્યું હતું. જોકે, દેવાધિદેવ મહાદેવ અને સોમનાથ મહાદેવના આશીર્વાદથી આટલું મોટું મંદિર કોઈપણ વિઘ્ન વગર બની ગયું. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ મંદિરની એક ખાસ વાત એ છે કે તેની પ્રદક્ષિણા દરમિયાન ભક્તોને બાર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ પણ મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande