પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર, પરંતુ ક્રૂડ ઓઇલમાં સતત વધારો ...
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હોવા છતાં, સ્થાન
પેટ્રોલ ડિઝલ કિંમત


નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હોવા છતાં, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત 12 મા દિવસે, બંને ઇંધણના ભાવમાં ફેરફાર કર્યો નથી. શુક્રવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લિટર રહ્યું હતું.

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશના અન્ય મહાનગરો, મુંબઇ, ચેન્નઇ અને કોલકાતામાં પેટ્રોલની કિંમત અનુક્રમે 107.26 રૂપિયા, 98.96 રૂપિયા અને 101.62 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે. તે જ સમયે, ડીઝલ અનુક્રમે 96.19 રૂપિયા, 93.26 રૂપિયા અને 91.71 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલમાં વધારો ચાલુ છે. હકીકતમાં, તેના ઉત્પાદનમાં 28 ટકાના ઘટાડાને કારણે, ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમતમાં લગભગ પાંચ ટકાનો વધારો થયો છે. યુએસ માર્કેટમાં ટ્રેડિંગના અંતે બ્રેન્ટ ક્રૂડ 0.16 ડોલર વધીને 75.67 ડોલર પ્રતિ બેરલ પર સમાપ્ત થયું. જોકે, વેપારના અંતે ડબ્લ્યુટીઆઈ ક્રૂડ $ 72.61 પ્રતિ બેરલ પર રહ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/પ્રભાત ઓઝા/હિતેશ


 rajesh pande