સુરત : બરબોધન ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 'પોષણ વાટિકા મહાઅભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ' યોજાયો
સુરત,18 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્
સુરત : બરબોધન ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 'પોષણ વાટિકા મહાઅભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ' યોજાયો


સુરત,18 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત સુરત જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓલપાડ તાલુકાના બરબોધન ગામે 'આઝાદીના અમૃત મહોત્સવ' અને 'આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય પાક વર્ષ-2023' અંતર્ગત 'પોષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ' યોજાયો હતો. જેમાં 98 ખેડૂતો અને શાળાની 71 કન્યાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમના પ્રારંભે સૌએ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી દ્વારા આયોજિત 'રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ'નું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી અને ICAR ડાયરેક્ટર જનરલ ડૉ. મહાપાત્રાના સંબોધનને સૌએ માણ્યું હતું.કેન્દ્રના વડા ડૉ. જે. એચ. રાઠોડે સર્વને આવકારી વૃક્ષારોપણથી પ્રકૃત્તિના સંરક્ષણનું માટે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. પૂર્વ ધારાસભ્ય ધનસુખભાઈ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કરીને પોષણયુક્ત આહાર દ્વારા શરીરની તંદુરસ્તી જાળવવા અને પર્યાવરણના જતન માટે વધુ વૃક્ષો વાવવા હાંકલ કરી હતી.

કેવિકેના ગૃહવિજ્ઞાનના વૈજ્ઞાનિક પ્રો.ગીતાબેન ભીમાણીએ હલકા ધાન્ય વર્ગના પાકોનું મહત્વ સમજાવી તેમાં મૂલ્યવર્ધન કરવા માટેની તાલીમ લેવા ઉપર ભાર મૂક્યો હતો. કેવિકેના યોગેશભાઈ પટેલે ટકાઉ કૃષિ અને ગ્રામીણ આજીવિકામાં વૃક્ષારોપણના મહત્વ વિશે વિસ્તૃત્ત વિગતો આપી હતી. કેવિકેના બાગાયતના વૈજ્ઞાનિક પ્રો. ભક્તિએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેના જતન-સંવર્ધન દ્વારા પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા ઉપર ભાર મૂક્યો હતો. કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ.રાકેશ પટેલે ડાંગર અને શેરડી પાકમાં રોગ-જીવાતના નિવારણ વિશે મહત્વની જાણકારી આપી હતી.

આ વેળાએ ગામના અગ્રણી બ્રિજેશ પટેલે વૃક્ષારોપણ કરાવી પ્રકૃત્તિના રક્ષણ માટે ગ્રામજનોમાં જનજાગૃતિ લાવવાનો સંકલ્પ લીધો હતો. ઉપસ્થિત ખેડૂતોને 170 જેટલી શાકભાજીની કીટ અને જમરૂખ, જાંબુ, બદામ, સીતાફળ, અમળા, રક્તચંદન જેવા વિવિધ કુલ 1170 ફળ-ઝાડોનું વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે સરપંચ દિક્ષાંત પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય મોના રાઠોડ, ઈફ્કોના અંકિત મહેશ્વરી, ગ્રામજનો , ખેડૂતો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભાવેશ ત્રિવેદી


 rajesh pande