અંબાજી ખાતે ગેનીબેન ઠાકોર ને શ્રીફળ આપી ચુંદડી ઓઢાડી ને ચુંદડીની પટ્ટી માથે બાંધી ઉષ્માભર્યું સ્વાગત
અંબાજી,26 એપ્રિલ (હિ.સ.) આગામી લોકસભાની ચૂંટણી ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને
અંબાજી ખાતે ગેનીબેન ઠાકોર ને શ્રીફળ આપી ચુંદડી ઓઢાડી ને ચુંદડીની પટ્ટી માથે બાંધી ઉષ્માભર્યું સ્વાગત


અંબાજી,26 એપ્રિલ (હિ.સ.) આગામી લોકસભાની ચૂંટણી ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની અંતરિયાળ વિસ્તારોમાં ફિલ્ડિંગ વધી ગઈ છે ત્યારે આજે શક્તિ પીઠ અંબાજી ખાતે માત્ર 100 મીટરના અંતરમાં ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારોની અલગ અલગ સભા યોજાઈ હતી

બનાસકાંઠા કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોર છેલ્લા ચાર દિવસથી સતત દાંતા તાલુકો ખુદી રહ્યા છે ,ત્યારે આજે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા જ્યાં કાર્યકર્તાઓ ગેનીબેન ને શ્રીફળ આપી ચુંદડી ઓઢાડી ને ચુંદડીની પટ્ટી માથે બાંધી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું . જોકે આજે યોજાયેલી ગેનીબેન ની સભામાં ખૂબ ઓછી માત્રામાં લોકો જોવા મળ્યા હતા. સભામાં ગેનીબેન સાથે દાંતા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ બનાસકાંઠા સીટના પ્રભારી બળવંતસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહી લોકોને બહુમતીથી. કોંગેસ ને જીતાડવા અપીલ કરી હતી જોકે આજની આ બેઠકમાં લોકસભાના ઉમેદવાર ગેનીબેન ફરી એકવાર પોલીસ ઉપર નિશાન ખાધું હતું અને જણાવ્યું હતું કે ભાજપા ના ઉમેદવાર જેમણે અંબાજી ખાતે બેઠક કરી હતી તેમને પીએમ ને પીએમ જેટલો પોલીસ બંદોબસ્ત કેમ અપાયો? રેખા બેન ને કોનાથી દર લાગી રહ્યો છે?

આ બંદોબસ્ત ની જરૂરિયાત નિર્દલીય ઉમેદવારોને આપવાની જરૂરી છે સાથે ગેનીબેન એ જણાવ્યું હતું કે નિર્દલીય જે ઉમેદવારો ચૂંટણી લડે છે તેમનો જીવ જોખમમાં લાગી રહ્યો છે એટલું જ નહીં ભાજપ સામે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપને વિનાશકાળે વિપરીત બુદ્ધિ થઈ હોય તેઓ કટાક્ષ કર્યો હતો

જોકે આ સભા ના ઉપસ્થિત રહેલા પરશુરામ પરિવારના જીલ્લા અને કોંગ્રેસ ના જીલ્લા કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોર એ કેટલાક બ્રાહ્મણ નેતા ને નિશાને લીધા હતા ને જણાવ્યું હતું કે કેટલાક ભૂદેવ નેતાઓ ભાજપા ને 50 ટકા વોટ અપાવવા ની વાત કરી છે તે કોઈ બ્રાહ્મણો નો ઠેકો નથી ને જે આવા નિવેદનો આપ્યા છે તેને જીલ્લા પરશુરામ પરિવાર ના અધ્યક્ષ તરીકે વખોડું છુ

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્ર અગ્રવાલ,

અંબાજી, બનાસકાંઠા/હર્ષ શાહ


 rajesh pande