અંબાજી ખાતે બક્ષીપંચ મોરચા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ પ્રદેશના મહામંત્રી રજની પટેલ ના અધ્યક્ષ અને સીટના ભાજપાના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી સ્થાને યોજાયો
અંબાજી,26 એપ્રિલ (હિ.સ.) ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો મા અંબા ના ધામમાં, માત્ર 100 મીટરના એરિયામ
અંબાજી ખાતે બક્ષીપંચ મોરચા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ પ્રદેશના મહામંત્રી રજની પટેલ ના અધ્યક્ષ અને સીટના ભાજપાના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી સ્થાને યોજાયો


અંબાજી,26 એપ્રિલ (હિ.સ.) ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો મા અંબા ના ધામમાં, માત્ર 100 મીટરના એરિયામાં બંને ઉમેદવારોએ સભા કરી હતી . હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આવનારી 7 મેના રોજ ચૂંટણી યોજનાર છે, ત્યારે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા સીટના ભાજપા ના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી અને પુર્વ ગ્રુહ મંત્રી રજની પટેલ અંબાજી ખાતે આવી પહોચ્યા હતા અને. અંબાજી ખાતે બક્ષીપંચ મોરચા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ પ્રદેશના મહામંત્રી રજની પટેલ ના અધ્યક્ષ સ્થાને ભગવતી વાટિકામાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ખાસ કરી ને આ કાર્યક્રમ માં ભાદરવી પુનમે યાત્રીકોને નિશુલ્ક સેવા આપી હતી તેવા રીક્ષા ચાલકો ને શુભેચ્છા આપવામાં આવી હતી આ સ્નેહ મીલન કાર્યક્રમ માં રબારી સમાજ, ભરથરી સમાજ,વણજારા સમાજ,બ્રહ્મ સમાજ સાથે અન્ય સમાજના અગ્રણીએ મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતા અને ભાજપા ના મહીલા ઉમેદવાર રેખાબેન ને સાફો પહેરાવી તેમજ ભાજપા નો ખેસ પહેરાવી ચુંટણી જીતવા શુભેચ્છા પાઠવી હતી

આ પ્રસંગે પુર્વ ગ્રુહ રાજ્ય મંત્રી રજની પટેલ એ જણાવ્યુ હતુ આ વખતે ગુજરાતમાં 26 અને રાજસ્થાન માં 25 પુરાપુરી બેઠકો ભાજપા ફરી વાર જંગી બહુમતી થી જીત મેળવશે,ના ભારત આત્મનિર્ભર સાથે વિશ્ર્વ માં ત્રીજી આર્થીક વ્યવસ્થા બનશે

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્ર અગ્રવાલ,

/હર્ષ શાહ


 rajesh pande