કુતિયાણા થી વિદેશી દારૂ ની 120 બોટલ સાથે શખ્સ ઝડપાયો
પોરબંદર,1 ફેબ્રુઆરી(હિ.સ) કુતિયાણા તાલુકામાં દેશી- વિદેશી દારૂનું દૂષણ ફૂલ્યું-ફાલ્યું હોય તેમ
120 bottles of foreign liquor were seized from Kutiana


120 bottles of foreign liquor were seized from Kutiana


પોરબંદર,1 ફેબ્રુઆરી(હિ.સ) કુતિયાણા તાલુકામાં દેશી- વિદેશી દારૂનું દૂષણ ફૂલ્યું-ફાલ્યું હોય તેમ અનેક સ્થળોએથી પોલીસ દરોડા પાડી દારૂ કબ્જે કરે છે, ત્યારે વધુ એક દરોડા દરમિયાન એક કિશોર અને એક શખ્સ વિદેશી દારૂની 120 બોટલ સાથે ઝડપાયા છે, તો આ દારૂ પૂરો પાડનાર બાંટવા ગામના શખ્સ સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

કુતિયાણાના ચકલાપરા વિસ્તારમાં રહેતા દેવશી કારાભાઈ ભુતિયા તથા આ જ ગામમાં રહેતા એક કિશોરના વાડામાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 120 બોટલ, કિંમત રૂપીયા 48,480 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આથી પોલીસે આ દારૂનો જથ્થો જપ્ત કરી બન્ને શખ્સોની અટકાયત કરી હતી. તો પૂછપરછ દરમિયાન આ વિદેશી દારૂ માણાવદર તાલુકાના બાંટવા ગામે રહેતા ભરત કોડીયાતર નામના શખ્સ વેચાણથી પૂરો પાડ્યો હોવાની કબુલાત આપતા પોલીસે ભરત સામે પણ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા


 rajesh pande