કાઠમંડુ, નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિ.સ.) નેપાળમાં ભયંકર પૂર અને ભૂસ્ખલનને કારણે, જાનમાલના નુકસાનની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા, 225 પર પહોંચી ગઈ છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં કનેક્ટિવિટી સ્થાપિત થઈ રહી હોવાથી ગુમ અને મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સેંકડો લોકો હજુ પણ ગુમ છે.
દરમિયાન, વડા પ્રધાન કેપી શર્મા ઓલી અમેરિકાથી પાછા ફરતાની સાથે જ, કેબિનેટની બેઠકમાં પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી. સોમવારે મોડી સાંજે મળેલી કેબિનેટની બેઠકમાં, દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. સરકારના પ્રવક્તા પૃથ્વી સુબ્બા ગુરુંગે કહ્યું કે, મંગળવારથી ત્રણ દિવસ માટે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, રાષ્ટ્રીય શોક હોવા છતાં જાહેર રજા આપવામાં આવશે નહીં.
કેબિનેટની બેઠકમાં મૃતકોના પરિવારજનોને, આર્થિક સહાય આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના પ્રવક્તાએ કહ્યું કે, સંઘીય સરકારે મૃતકોના પરિવાર દીઠ 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. ઘાયલ લોકોની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
નેપાળ સરકારે, વડાપ્રધાન રાષ્ટ્રીય આપત્તિ ભંડોળમાં સહાય માટે અપીલ કરી છે. કેબિનેટની બેઠકમાં, આ ફંડમાં 1000 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે, ભારત અને વિદેશના દાતાઓને વડાપ્રધાન રાષ્ટ્રીય આપત્તિ ભંડોળમાં યોગદાન આપવા અપીલ કરી છે. નેપાળ સરકારના તમામ મંત્રીઓનો એક મહિનાનો પગાર આ ફંડમાં આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/સંજીવ પાશ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ