ઈરાનમાં અશાંતિનો દસમો દિવસ, 92 શહેરોમાં વિરોધ પ્રદર્શન, અત્યાર સુધીમાં 36 લોકોના મોત
તેહરાન (ઈરાન), નવી દિલ્હી, 7 જાન્યુઆરી (હિ.સ.). ઈરાનમાં અશાંતિના દસમા દિવસ દરમિયાન અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા છે. મોંઘવારીનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી રહેલા લોકોએ દેશના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઇ નો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. આ આ
ઈરાનમાં વિરોધ પ્રદર્શન


તેહરાન (ઈરાન), નવી દિલ્હી, 7 જાન્યુઆરી (હિ.સ.). ઈરાનમાં અશાંતિના દસમા દિવસ દરમિયાન અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા છે. મોંઘવારીનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી રહેલા લોકોએ દેશના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઇ નો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. આ આંદોલને ખામેનીની સ્થિતિને હચમચાવી નાખી છે. પવિત્ર શહેર કોમ પણ આ અશાંતિથી બચ્યું ન હતું. ઇલામ પ્રાંતમાં વિરોધ દરમિયાન, લોકોએ સરકારી સુપરમાર્કેટ પર હુમલો કર્યો અને વિજય ચિહ્ન પ્રદર્શિત કર્યું, જેનાથી માલ જમીન પર વેરવિખેર થઈ ગયો.

ઈરાન ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, અમેરિકા સ્થિત હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સીનો દાવો છે કે, ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા છે. અશાંતિના દસમા દિવસે, દેશના 92 શહેરોમાં 285 સ્થળોએ વેપારીઓ હડતાળ પર ઉતર્યા હતા. 28 ડિસેમ્બરથી અશાંતિ શરૂ થઈ ત્યારથી ઓછામાં ઓછા 34 વિરોધીઓ અને બે ઈરાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા લોકોમાંથી ચાર 18 વર્ષથી ઓછી ઉંમરના હતા. ડઝનબંધ વિરોધીઓ ઘાયલ થયા. અશાંતિમાં ફસાયેલા 27 પ્રાંતોના નાગરિકો નિર્ભયતાથી પ્રદર્શનોમાં જોડાઈ રહ્યા છે. સુરક્ષા દળોએ 2,000 થી વધુ લોકોની ધરપકડ કરી છે.

અશાંતિના દસમા દિવસે, મશહદ અને તેહરાનના ગ્રાન્ડ બજારના વ્યાપારી કેન્દ્રોમાં વેપારીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા. સુરક્ષા દળોએ મુખ્ય વ્યાપારી કેન્દ્રોની આસપાસ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યા. પશ્ચિમ ઈરાનમાં કુર્દ બહુમતી ધરાવતો ઇલમ પ્રાંત મંગળવારે વિરોધ પ્રદર્શનોનું કેન્દ્ર રહ્યો. મલિકશાહી શહેરમાં માર્યા ગયેલા વિરોધીઓના અંતિમ સંસ્કાર દરમિયાન સરકાર વિરોધી પ્રદર્શનો ફાટી નીકળ્યા. અબ્દાનાન શહેરમાં, સર્વોચ્ચ નેતા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ભીડ રસ્તાઓ પર ઉતરી આવી.

સાત ઈરાની કુર્દ વિરોધ પક્ષોએ, રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોને ટેકો આપ્યો છે. તેઓએ સંયુક્ત રીતે ગુરુવારે સામાન્ય હડતાળનું એલાન કર્યું છે. પક્ષોએ તમામ રાજકીય પક્ષો અને નાગરિક સંગઠનોને ઇસ્લામિક રિપબ્લિક શાસનના ગુનાઓ સામે સંયુક્ત અને સામૂહિક વલણ અપનાવવા અને આ હાકલમાં જોડાવા અપીલ કરી. નિર્વાસિત પ્રિન્સ રેઝા પહલવીએ પણ મંગળવારે એક વિડિઓ સંદેશમાં વિરોધ પ્રદર્શનોને ટેકો વ્યક્ત કર્યો.

વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળોએ બે હોસ્પિટલોમાં પ્રવેશ કર્યો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ઇમામ ખોમેની હોસ્પિટલની અંદર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ મલેકશેહીથી લાવવામાં આવેલા ઘાયલ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો. તેહરાનમાં, સુરક્ષા કર્મચારીઓ પણ સિના હોસ્પિટલમાં પ્રવેશ્યા અને ઘાયલ પ્રદર્શનકારીઓની અટકાયત કરી. ઈરાની સરકારે કહ્યું કે, તેણે ઇલામમાં અશાંતિ અંગે તપાસનો આદેશ આપ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande