મોડાસા,1 ઓક્ટોબર (હિ.સ.) અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિ,અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અરવલ્લી ,તેમજ જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત ધનસુરા તાલુકા નો તાલુકા કક્ષાનો કલા મહોત્સવ 2024 શ્રી શીકા આદર્શ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ ગયો જેમાં બીઆરસી કોઓર્ડીનેટર ગૌતમભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ આ કલા મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા, તેમજ બાળ કવિ સ્પર્ધા નુ સુંદર આયોજન થયું હતું.
જેમાં તાલુકાની શાળાઓના બાળકોએ પોતાની રસરૂચી પ્રમાણે ભાગ લઈ પોતાની શાળાનું તેમજ પોતાના શિક્ષકોનું ગૌરવ વધાર્યું હતું આ સુંદર કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગોસ્વામી કમલેશભાઈ સાહેબે પણ ખૂબ સરસ મજાનું માર્ગદર્શન બાળકોને પૂરું પાડ્યું હતું અને આજ રોજ તાલુકા કક્ષાના આ મહોત્સવમાં જે બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે એ હવે જિલ્લા કક્ષાના મહોત્સવમાં પણ આપણા તાલુકા નું નામ રોશન કરે એવી શુભ આશિષ અને મંગલ કામનાઓ*
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ