મુંબઈ, નવી દિલ્હી,01 ઓક્ટોબર (હિ.સ.)
ફિલ્મ અભિનેતા ગોવિંદાને, મંગળવારે સવારે લગભગ 5 વાગ્યે, પગમાં ગોળી વાગી હતી. રિવોલ્વર સાફ કરતી વખતે આ
અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્ત ગોવિંદાને તાત્કાલિક ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ
કરવામાં આવ્યો હતો. જુહુ પોલીસ સ્ટેશનની ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર,” આજે સવારે લગભગ પાંચ વાગ્યે ફિલ્મ
અભિનેતા ગોવિંદા પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો. તે જ સમયે, ગોવિંદાની આંગળીએ
રિવોલ્વરનું ટ્રિગર દબાવ્યું, જેના કારણે ગોળી ખોટી રીતે નીકળી અને ગોવિંદાના પગમાં વાગી.
ગોવિંદાને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેના પગની સર્જરી કરવામાં
આવી. હવે તે ઠીક હોવાનું કહેવાય છે.”
ગોવિંદાને ગોળી લાગવાના સમાચાર સાંભળીને તેના ચાહકો ચિંતિત
છે. ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / સંજીવ પાશ / ડો
માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ