બોખીરમાં જુગાર રમી રહેલ 4 શખશો ઝડપાયા.
જુગાર રમી રહેલ 4 શખશો ઝડપાયા.
બોખીરમાં જુગાર રમી રહેલ 4 શખશો ઝડપાયા.


પોરબંદર,18 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર પોલીસે તા.17/10/2024 કલાક 21/40 વાગ્યે પોરબંદર બોખીરા આવાસના મકાન પાસે સ્ટ્રીટ લાઇટના અજવાસે જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂા. 14, 210/- તથા ગંજીપતાના પાના નંગ-52 સાથે ત્રણ શખ્સોને ભારે ઉમળકા અને પવિત્ર પ્રેમથી વધાવી લીધા હતા.

વધાવાયેલ શખ્સોમાં (1) મેરામણ અરજનભાઈ ખુંટી ઉવ.60 રહે. બોખીરા આવાસ બ્લોક નં. 2 પોરબંદર (2) પરબત રણમલભાઈ મોઢવાડીયા ઉવ.52 રહે. જી.આઈ.ડી.સી ગીતાનગરના ગેઈટ સામે પોરબંદર (3) વેજા જીવાભાઈ કુછડીયા ઉ.વ.48 રહે. જીવાભાઇ માલા ફળીયુ કુછડી પોરબંદરનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે સરકાર તરફે કોસ્ટેબલ દેવેન્દ્ર ગોહિલે ઉદ્યોગ નગર પોલીસમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધાવતા ફોજદાર એસઆર ચાવડાએ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande