ITI વાગડોદનાસુપરવાઇઝર બીપીનચંદ્ર મફતલાલ પ્રજાપતિ વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો
પાટણ,18 ઓક્ટોબર (હિ.સ.) પાટણના વતની અને છેલ્લા 29 વર્ષ હતી આઈ.ટી.આઈની વિવિધ કોલેજમાં ફરજ બજાવતા બીપીનચંદ્ર એમ. પ્રજાપતિ છેલ્લા આઠ વર્ષથી વાગડોદ આઈ.ટી.આઈ કોલેજ ખાતે સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા વય નિવૃત્તિના કારણે તેઓનો વાગડોદ કોલેજ ખાતે નિવૃત્તિ સન્મા
ITI વાગડોદનાસુપરવાઇઝર બીપીનચંદ્ર મફતલાલ પ્રજાપતિ વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો


પાટણ,18 ઓક્ટોબર (હિ.સ.)

પાટણના વતની અને છેલ્લા 29 વર્ષ હતી આઈ.ટી.આઈની વિવિધ કોલેજમાં ફરજ બજાવતા બીપીનચંદ્ર એમ. પ્રજાપતિ છેલ્લા આઠ વર્ષથી વાગડોદ આઈ.ટી.આઈ કોલેજ ખાતે સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા વય નિવૃત્તિના કારણે તેઓનો વાગડોદ કોલેજ ખાતે નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્ય પી સી પટેલ, એ.વી. પાધ્યા, એસ .એસ. ઠાકોર, જી એસ રાણા, તથા તાપ સ્ટાફ પરિવાર ખાસ ઉપસ્થિત રહી બિપિનચંદ્રને નિવૃત્તિ મય જીવન સુખરૂપ રૂપે તથા આરોગ્ય લક્ષી તંદુરસ્ત રહે એવી શુભેચ્છા પાઠવી સન્માનિત કરી શ્રીફળ સાકર તથા મોમેન્ટો આપી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે નિવૃત્તિ લેનાર બીપીનચંદ્ર એ જણાવ્યું હતું કે, આઠ વર્ષ દરમિયાન વાગડોદ આઈટીઆઈ કોલેજે મને ખૂબ પ્રેમ આપ્યો છે. સાથી મિત્રોનો ખૂબ સહકાર રહ્યો છે જીવનના આ આઠ વર્ષ વાગડોદ ખાતે વિતાવ્યા છે એ મારા માટે જીવનની મોટી યાદગાર સફર કહેવાશે અને સર્વ સ્ટાફ પરિવાર તથા વિદ્યાર્થીઓનો આ પ્રસંગે આભાર માન્યો હતો. આ પ્રસંગે બીપીનચંદ્રના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande