અડવાણા સી.એચ.સી સેન્ટર ને નવું જનરેટર સેટ ફાળવવામાં આવશે.
સી.એચ.સી સેન્ટર ને જનરેટર સેટ ફાળવવામાં આવશે.
અડવાણા સી.એચ.સી સેન્ટર ને નવું જનરેટર સેટ ફાળવવામાં આવશે.


પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.). પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કરેલ રજુઆતના પગલે આગામી નાણાંકીય વર્ષ 2025 -26 માં પોરબંદર તાલુકાના અડવાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવો જનરેટર સેટ ફાળવવાની દરખાસ્તને મંજુરી મળી છે.

પોરબંદર તાલુકાના અડવાણા ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) નો અડવાણા ઉપરાંત આસપાસના ગામના લોકો મોટાપાયે લાભ લેતા હોય છે. અહીં જ્યારે ઘણી વખત વીજ સપ્લાયમાં ખામીઓ સર્જાય ત્યારે ઈન્ડોર દર્દીઓ અને સી.એચ.સી. ના ડાયાલીસીસ સેન્ટરનો લાભ મેળવતા દર્દીઓને ભારે હાલાકી પડતી હતી. જેને ધ્યાને લઈને માનનીય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને અડવાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ઈન્ડોર દર્દીઓ અને ડાયાલીસીસ સેન્ટરનો લાભ મેળવતા દર્દીઓની રોજની મુશ્કેલી દુર કરવા માટે જનરેટર સેટ મંજુર કરવા રજુઆત કરી હતી. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની રજુઆતના પગલે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વાર્ષિક વિકાસ કાર્યક્રમ વર્ષ 2025-26 માં પોરબંદર તાલુકાના અડવાણા ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ને જનરેટર સેટ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના પગલે આગામી નાણાંકીય વર્ષમાં અડવાણા ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ને જનરેટર સેટ ઉપલબ્ધ બનશે, જેના પગલે અડવાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સારવાર મેળવી રહેલ ઈન્ડોર દર્દીઓ અને ડાયાલીસીસ સેન્ટરનો લાભ મેળવતા દર્દીઓને વીજ સપ્લાયમાં ખામીઓ સર્જાતા પડતી હાલાકી દુર થશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande