વિજયનગર ખાતે નાણાકીય વિષય પર એક દિવસીય કાર્યક્રમ યોજાયો
મોડાસા,18 ઓક્ટોબર (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) ના સંયુક્ત ઉપક્રમે સ્વસહાય જુથ,ગ્રામ સંગઠન અને ક્લસ્ટર લેવલ ફેડરેશનના લીડરો સાથે નાણાકીય વિષય પર એક દિવસીય કાર્યક્રમ યોજાયો હત
A one-day program on finance was held at Vijayanagar


મોડાસા,18 ઓક્ટોબર (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) ના સંયુક્ત ઉપક્રમે સ્વસહાય જુથ,ગ્રામ સંગઠન અને ક્લસ્ટર લેવલ ફેડરેશનના લીડરો સાથે નાણાકીય વિષય પર એક દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાણાકીય સમાવેશ,અવરનેસ અને બેંક ધિરાણ (કેશ ક્રેડીટ) બાબતે વિસ્તારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એજીએમ ભૂપેન્દ્ર ત્રિપાઠી, એલડીએમશ્રી સંજય ચૌધરી, ડીડીએમ મનોજ અગ્રવાલ,એફએલસી રાજેશ સુથાર, એટીડીઓ ભાર્ગવ સિન્હા,ડીએલએમ મિન્નત મન્સૂરી, એપીએમ સુનિલ પટેલ તેમજ સ્વસહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande