વેરાવળ અગ્રાણી વેપારી અનિષ રાચ્છ નિ રેલ્વે ભાવનગર ડિવિઝન બોર્ડ માં ડી. આર. યુ.સી.સી. કમિટીના સભ્ય પદે નિયુક્તિ કરાઈ.
સોમનાથ,18 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વેપારી મહામંડળ, આર ટી આઈ એક્ટિવિસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માં સેવા આપતા અગ્રણી વેપારી અનિષ નૌતમલાલ રાચ્છ કે જેઓ છેલ્લા ઘણા વર્ષથી જાહેર જીવનમાં સેવાકીય પ્રવૃત્તિ ઉપરાંત વેપારીઓને પડતી મુશ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ


સોમનાથ,18 ઓક્ટોબર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વેપારી મહામંડળ, આર ટી આઈ એક્ટિવિસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માં સેવા આપતા અગ્રણી વેપારી અનિષ નૌતમલાલ રાચ્છ કે જેઓ છેલ્લા ઘણા વર્ષથી જાહેર જીવનમાં સેવાકીય પ્રવૃત્તિ ઉપરાંત વેપારીઓને પડતી મુશ્કેલીઓ સંદર્ભે સક્રિય રહી વિવિધ સરકારી વિભાગોમાં રજૂઆતો થકી જાહેર હિતના કાર્યો માટે સક્રિય રહેલ જેની નોંધ લઈ ગુજરાત રાજ્યના ભાવનગર ડિવિઝન રેલ્વે યુઝર્સ કન્સલન્ટીવ કમિટી (ડી આર યુ સી સી) ના સભ્ય પદે નિયુક્તિ થતા ભાવનગર ડિવિઝનમાં આવતા વેરાવળ, સોમનાથ સહીત રેલવે સ્ટેશનોના પ્રશ્નો માટે રજૂઆત કરશે સાથે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ થી વિવિધ રાજ્યોને જોડતી લાંબા અંતરની ટ્રેનોની માંગણી તેમજ વેરાવળ સ્થાનિક રેલવે સ્ટેશન યાત્રી કન્સલન્ટીવ સમિતિ સભ્યના પ્રશ્નો તેમજ સિનિયર સિટીઝનો માટે લિફ્ટ, પાર્કિંગ વિગેરે અન્ય ઉપસ્થિત થતા પ્રશ્નો તેમજ ભાવનગર ડિવિઝન માં આવતાં સ્ટેશનોમાં પડતી મુશ્કેલીઓનું નિવાકરણ માટે પોતાના સુજાવ અને રજૂઆત કરવા કમિટીની ત્રિમાસિક મળતી મિટિંગમાં પ્રતિનિધિત્વ કરશે.

અત્રે ઉલખનીય છે કે અનિષ રાચ્છ દ્વારા અગાઉ પણ રેલવે મંત્રી, સાંસદ સભ્ય સહિતનાઓને સોમનાથ થી અન્ય રાજ્યને જોડાતી લાંબા અંતરની ટ્રેન ઉપરાંત વંદેભારત ટ્રેન, નાથદ્વારા, દિલ્હી મુંબઈ સુધીની ડાયરેક્ટ ટ્રેન મળી રહે તેવી માંગણી કરવાયેલ હતી.

રેલવે ભાવનગર ડિવિઝન ડી આર યુ સી સી બોર્ડની મિટિંગ ભાવનગર ખાતે, ડી આર એમ, ડી એમ, સહિતના રેલ્વે વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલ જેમાં વેરાવળ રેલ્વે સ્ટેશન ના પ્રશ્નોની રજૂઆતો કરેલ અધ્યક્ષ સ્થાનેથી પ્રશ્નોના નિવારણ માટે નોંધ લઈ તુરંત કાર્યવાહી કરવા જણાવેલ મીટીંગ બાદ સભ્યો પૈકી એક સભ્યને ઝોન (ઝેડ યુ આર સી સી) માં પ્રતિનિધિત્વ માટે ઇલેક્શન પદ્ધતિ હોય છે જેમાં એડવોકેટ કિરણગાંધીની સર્વનુંમતે નિમણૂક કરવામાં આવેલ..

આ તકે ભાવનગરના એડવોકેટ કિરણ ગાંધી, વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ વિક્રમ તન્ના, ભાજપ રાજ્ય મંત્રી ઝવેરી ઠકરાર, સોરઠ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ના જયેન્દ્રતન્ના, દિનેશ ઉનડકટ, રેડ ક્રોસ સોસાયટી ના કિરીટ ઉનડકટ, જથ્થાબંધ વેપારી મંડળના અશોક ગદા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તેમજ સ્થાનિક રેલવે યાત્રી સમિતિના સભ્યો મુકેશ ચોલેરા, હસમુખકાનાબાર સહિત વેરાવળના વેપારી મહામંડળ ના હોદ્દેદારો, અગ્રણીઓ, રાજકીય આગેવાનોએ અનિષ રાચ્છ ની નિમણૂક ને વધવી

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande