રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલ તમામ લાભાર્થી ઘરે બેઠા e-kyc કરી શકશે
- “MY RATION" એપ્લીકેશન ડાઉનલોડ કરી વિગતો સબમીટ કરો રાજકોટ/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ) રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલ તમામ લાભાર્થી ઘરે બેઠા e-kyc કરી શકે તે માટે “MY RATION" એપ્લીકેશનમાં તૈયાર કરાઈ છે. રાશનકાર્ડ ધારક મોબ
All beneficiaries registered under the National Food Security Act will be able to do akick at home.


- “MY RATION" એપ્લીકેશન ડાઉનલોડ કરી વિગતો સબમીટ કરો

રાજકોટ/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ) રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલ તમામ લાભાર્થી ઘરે બેઠા e-kyc કરી શકે તે માટે “MY RATION" એપ્લીકેશનમાં તૈયાર કરાઈ છે. રાશનકાર્ડ ધારક મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી, Face based e- KYC જાતે કરી શકે છે.

આ માટે સૌ પ્રથમ રાશનકાર્ડ ધારકે પોતાના મોબાઈલમાં PLAY STORE જઈ MY RATION એપ્લીકેશન ડાઉનલોડ કરવી ત્યારબાદ હોમ પેજ પર ડાબી બાજુ ઉપરના ખૂણા પર દેખાતી ત્રણ આડી લાઈનવાળા ચિહ્ન પર ક્લિક કરવાનું રહેશે. ઓપન થયેલ વિકલ્પોમાં “પ્રોફાઇલ પર ક્લિક કરવાથી ઓપન થતા પેજમાં “તમારું રાશનકાર્ડ લિંક કરો વિકલ્પ પસંદ કરતા, રાશનકાર્ડ નંબર અને આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા નાખી “તમારું રાશનકાર્ડ લિંક કરો પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી ઓપન થતા પેજ પર હું સંમતિ સ્વીકારું છું ચેક બોક્ષ પસંદ કરી આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરવાથી જનરેટ થયેલ ઓટીપી દાખલ કરી ઓટીપી ચકાસો પર ક્લિક કરવાથી તમારું રેશનકાર્ડ સફળતાપૂર્વક લિંક થઈ ગયેલ છે” તેવો મેસેજ સ્ક્રીન પર દેખાશે. “MY RATION” એપ્લીકેશનમાં રાશનકાર્ડ લિંક થયા બાદFace based e-KYC કરવા માટે એપ્લીકેશન બંધ કરી ફરી ઓપન કરવી જરૂરી છે. e-KYC કરવા માટે રાશનકાર્ડમાં નોંધાયેલ જે સભ્યના આધાર નંબર રાશનકાર્ડમાં સીડ થયેલ હશે માત્ર એવા જ સભ્યો એપ્લીકેશન દ્વારા e-KYC કરી શકશે.

MY RATION APPના હોમપેજ પરના આધાર e-KYC મેનુ સિલેક્ટ કરવાથી સ્ક્રીન પર દેખાતા Download AadhaarFaceRd APP પર ક્લિક કરવાથી એપ્લીકેશન ડાઉનલોડ થયા બાદ FACE AUTHENTICATION કરવા માટે આપેલ સૂચનાઓ ધ્યાનથી વાંચી ચેક બોક્ષ પસંદ કરી “કાર્ડની વિગતો મેળવો " પર કિલક કરવાનું રહેશે. ત્યારબાદ રેશનકાર્ડ ચકાસી અને સ્ક્રીન પર દેખાતો કોડ દાખલ કરી “કાર્ડના સભ્યોની વિગતો મેળવો (સ્ટેપ-1) કિલક કરવાથી આધાર e-KYC માટે સભ્ય પસંદ કરો પર ક્લિક કરી, જે સભ્યનું e-KYC કરવાનું હોય તેનું નામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ આ સભ્યમાં આધાર e-KYC કરો (સ્ટેપ-2)પર ક્લિક કરવાથી મોબાઈલના સ્ક્રીન પર પ્રદર્શિત થતી સમંતિ કાળજીપૂર્વક વાંચી અને હું સંમતિ સ્વીકારું છું ચેક બોક્ષ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી ઓટીપી જનરેટ કરો (સ્ટેપ-3)” પર ક્લિક કરવાથી આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઇલ નંબર પર આવેલ ઓટીપી દાખલ કરી ઓટીપી ચકાસો (સ્ટેપ-4) પર ક્લિક કરવાથી ચહેરો કેપ્ચર (Face Cpture) કરવા માટે કેમેરો ઓપન થશે. FACE AUTHENTICATION વખતે સ્ક્રીન પર દેખાતો તમારો ચહેરો કેમેરા સામે સીધો રાખો, આંખ પટપટાવો જેવી સૂચનાઓને અનુસરવાનું રહેશે. ચહેરો સફળતાપૂર્વક કેપ્ચર થયા બાદ સ્ક્રીન પર આધારકાર્ડની વિગતો જેમ કે, જન્મ તારીખ, જાતિ, નામ, સરનામું દેખાશે. e-KYC ની મંજુરી માટે વિગતો મોકલવા માટે “મંજુરી માટે વિગતો મોકલો ઓપ્સન પર ક્લિક કરવાથી બરજી મંજુરી માટેની વિનંતી સંબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે. MY RATION MOBILE APP માં આ રીતે કોઇપણ રાશનકાર્ડધારક ઘરે બેઠા e-KYC કરી શકે છે. આ પદ્ધતિથી silent/block થયેલ રાશનકાર્ડનું પણ e-KYC કરી શકાય છે. રાશનકાર્ડમાં નોંધાયેલ જે સભ્યના આધાર નંબર રાશનકાર્ડમાં સીડ થયેલ ન હોય તે વ્યક્તિએ પોતાના રહેણાકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા મામલતદાર કચેરી અથવા ગ્રામ પંચાયત કચેરીનો રાશનકાર્ડ તથા આધારકાર્ડ સાથે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande