માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર, દિકરીની વ્હારે સરકારની બાળ સુરક્ષા યોજના યોજના
- બાળપણમાં અનાથ થયેલા જશોદાબેનને માસિક ૩ હજારની સહાય મળતા સારી રીતે ભણી શકયા વડોદરા/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ.) સર્વાગી બાળ રક્ષણ યોજના સરકારની બાળકોને રક્ષણ પૂરૂં પાડવાની જવાબદારી પુરી કરી રહ્યું છે.આ યોજના દ્રારા બાળ હકોનું રક્ષણ અને બાળકનાં હિતમ
Wharre Govt Child Protection Scheme Scheme for children who have lost parental care


- બાળપણમાં અનાથ થયેલા જશોદાબેનને માસિક ૩ હજારની સહાય મળતા સારી રીતે ભણી શકયા

વડોદરા/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ.) સર્વાગી બાળ રક્ષણ યોજના સરકારની બાળકોને રક્ષણ પૂરૂં પાડવાની જવાબદારી પુરી કરી રહ્યું છે.આ યોજના દ્રારા બાળ હકોનું રક્ષણ અને બાળકનાં હિતમા, બે મહત્વનાં સિધ્ધાંતો પર કામ કરે છે. આ યોજનાનો હેતુ વિકટ સંજોગોમાં બાળકોનાં કલ્યાણમાં યોગદાન આપવું અને તેમનાં શોષણ,અવગણના,ત્યાગ અને વિયોગ જેવી પરિસ્થિતિ ઓછામાં ઓછી સર્જાય તેનું ધ્યાન સરકારની આ યોજના રાખી રહી છે.

બાળ સુરક્ષા યોજનાના લાભાર્થી જશોદાબેન જણાવી રહ્યા છે કે, હું નાની હતી ત્યારથી જ મારા માતા-પિતા દેવલોક પામ્યા હતા. ત્યારે હું મારા કુટુંબ સાથે રહેતી હતી. જયારે આ યોજના વિશે મારા પરિવારને ખબર પડી ત્યારે તરત જ આ યોજના માટે અરજી કરી હતી ત્યારે સરકારની આ યોજનાથી મને દર મહિને 3 હજાર રૂપિયા મારા અભ્યાસ માટે મળતા હતા. તેના પછી મારા લગ્ન માટે પણ મને સરકારે ૨ લાખ રૂપિયાની સહાય કરી હતી. મારા જેવી દિકરીઓ માટે સરકારની

આ યોજના ખૂબ લાભ દાયક છે.

મહત્વનું છે કે,આ યોજના અંતર્ગત બાળકના અભ્યાસનો ખર્ચ સરકાર લઈ રહી છે સાથે જ બાળકને માસિક રૂ.3૦૦૦ હજારની સહાય કરવામાં આવે છે.સરકાર દ્વારા જયારે બાળકની લગ્નની ઉંમર થાય છે ત્યારે કુંવરબાઈના મામેરામાં 2 લાખ રૂપિયાની સહાય મળી હતી.જશોદાબેનને આ યોજનાનો લાભ આપવા સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande