વડોદરામાં દાદા ભગવાન સત સ્થાનક, કેલનપુર ખાતે છ દિવસીય કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે
- આ કાર્યક્રમમાં કાશ્મીરના છ જિલ્લાના 120 યુવાનો ભાગ લેશે વડોદરા/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ) ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય દ્વારા, વતન ને જાણો ચોથા કશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનું 17 થી 22 ઓક્ટોમ્બરદરમિયાન દાદા ભગવાન સત સ્થાનક,ક
વડોદરામાં દાદા ભગવાન સત સ્થાનક, કેલનપુર ખાતે છ દિવસીય કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે


- આ કાર્યક્રમમાં કાશ્મીરના છ જિલ્લાના 120 યુવાનો ભાગ લેશે

વડોદરા/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ) ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય દ્વારા, વતન ને જાણો ચોથા કશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનું 17 થી 22 ઓક્ટોમ્બરદરમિયાન દાદા ભગવાન સત સ્થાનક,કેલનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ચોથા કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

જિલ્લા યુવા અધિકારી સત્યજીત સંતોષે માહિતી આપતા જણાવ્યું કે, માય ભારત નેહેરુ યુવા કેન્દ્ર, યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ગૃહ મંત્રાલય, ભારત સરકારના સહકારથી આ ચોથા કશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમના ભાગરૂપે 17 થી 22 ઓક્ટોબર દરમિયાન, કાશ્મીરી યુવાનોનો સમૂહ વડોદરામાં રહેશે. કાશ્મીરના છ જિલ્લાઓ શ્રીનગર,બડગામ, અનંતનાગ, પુલવામા, કુપવાડા અને બારમુલાના 132 પ્રતિભાગીઓ, વડોદરામાં પહોંચશે. 18 થી 22 વર્ષની વયના યુવાનો તેમાં ભાગ લેશે. જેમાં 120 સભ્યો અને દરેક ટીમના બે ટીમ લીડર્સ હશે.

તેમણે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન વડોદરા અને ગુજરાતની સાંસ્કૃતિક વારસો, આહાર, રહેણાંકને સમજવા માટે અને કશ્મીરી સાંસ્કૃતિક અંગે યુવાનો સાથે ચર્ચા કરવામાં આવશે. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં, કશ્મીરી યુવાનોના અનુભવ વહેંચવા અને તેમના વિકાસ માટે અપેક્ષાઓ, સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લેવાની પ્રક્રિયા જેવી બાબતો પર સત્રો યોજવામાં આવશે. આ કાર્યક્રમ છ દિવસ સુધી ચાલશે.

આ કાર્યક્રમ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજી, યુવા વિકાસ, રાષ્ટ્ર નિર્માણ અને દેશભક્તિ, માનસિક અને શારીરિક તંદુરસ્તી, લોકશાહી, ડ્રગ્સ અને તમાકુ નિયંત્રણ તેમજ સ્વરક્ષણ પર સત્રો યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં આવેલા તમામ સહભાગીઓને લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા અને મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમની મુલાકાત માટે લઇ જવામાં આવશે. સાથે જ રિજનલ સાયન્સ સેન્ટર વડોદરામાં પણ પ્રતિભાગીઓને મુલાકાત કરાવવામાં આવશે અને તેમને આકાશદર્શન પણ કરાવવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન તમામ પ્રતિભાગીઓનો આંતરરાષ્ટ્રીય MMA ફાઈટર ઇશિકા

ઠિટે સાથે સંવાદ થશે, જે યુવા ખેલાડીઓ માટે પ્રેરણા ઊભી કરે છે અને વિજ્ઞાન સાથે મેન્ટલ અને ફિઝિકલ તંદુરસ્તી પર ધ્યાન આપવાની પ્રેરણા આપે છે.સાથે જ રોજ સવારે પ્રતિભાગીઓને યોગ કરાવવામાં આવશે અને તેમને ટીમ બિલ્ડિંગ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓમાં, જોડવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન તમામ પ્રતિભાગીઓને જન પ્રતિનિધિઓ સાથે સંવાદ કરવાની તક પણ આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande