કોસ્ટગાર્ડના શહીદ જવાનોને માછીમારોએ શ્રધ્ધાંજલી
પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.) આજથી એક માસ પૂર્વ પોરબંદર નજીકના દરિયામાં શીપ ક્રુ મેમ્બરને બચાવા માટે ગયેલુ ઇન્ડીયન કોસ્ટગાર્ડનુ હેલિકોપ્ટર ક્રેસ થયુ હતુ જેમાં કુલ ત્રણ જવાનો શહિદ થયા હતા આ શહીદ જવાનોને પોરબંદર માછીમાર બોટ એશો દ્રારા આજે શ્રધ્ધાંજલી અર્
કોસ્ટગાર્ડના શહીદ જવાનોને માછીમારોએ શ્રધ્ધાંજલી


પોરબંદર, 18 ઓક્ટોબર (હિ.સ.) આજથી એક માસ પૂર્વ પોરબંદર નજીકના દરિયામાં શીપ ક્રુ મેમ્બરને બચાવા માટે ગયેલુ ઇન્ડીયન કોસ્ટગાર્ડનુ હેલિકોપ્ટર ક્રેસ થયુ હતુ જેમાં કુલ ત્રણ જવાનો શહિદ થયા હતા આ શહીદ જવાનોને પોરબંદર માછીમાર બોટ એશો દ્રારા આજે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી ર્દુઘટના સમયે એક જવાનનો મૃતહ લાપતા બન્યો હતો એક માસ બાદ માછીમારની જાળમાં જવાનનો નશ્વરદેહ મળી આવ્યો હતો તે તે માછીમાર પ્રત્યે કોસ્ટગાર્ડના જવાનોએ આભારની લાગણી વ્યકત કરી હતી.પોરબંદરના દરિયામાં ગત માસે દરિયામાં રેસ્કયુ ઓપરેશન દરમીયાન કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર ક્રેશ થવાનો બન્યો હતો જેમાં ભારતીય કોસ્ટગાર્ડ ત્રણ જવાનો શહીદ થયા હતા જેમાના પાઇલટ રાકેશકુમાર રાણાનો મૃતદેહ દરિયામાં લાપતા બન્યો હતો. એક માસ બાદ વીર જવાના શરીરના અવશેષો સમુદ્રમાંથી મળ્યા છે. પોરબંદર કોસ્ટગાર્ડના જણાવ્યા મુજબ સન્માનપુર્વક કોસ્ટગાર્ડ કમાન્ડન્ટના કરવામાં આવશે.

પોરબંદરથી 45 નોટીકલ માઈલ દુર દરિયામાં ગત 2 સપ્ટેબરની મોડી રાત્રીના બચાવ રાહત કામગીરી માટે ગયેલુ કોસ્ટગાર્ડનુ હલિકોપ્ટર ક્રેશ થતાં ત્રણ જવાનો શહીદ થયા હતા એક માસ પૂર્વે દરમિયાન એક ક્રૂને બચવા માટે કોસ્ટગાર્ડનુ હેલિકોપ્ટર મદદ પહોંચ્યુ હતુ તે દરમ્યાન કોસ્ટગાર્ડનુ હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ જેમા કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ વિપિન બાબુ અને કરણ સિંહ, પ્રધાન નાવિકના નશ્વર અવશેષો 03 સપ્ટેમ્બર 2024ના રોજ સમુદ્રમાંથી મળી આવ્યા હતા. જયારે કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણા મૃતદે 38 દિવસ બાદ મળી આવ્યો હેલિકોપ્ટર ર્દુઘટનામાં શહિદ થયેલા જવાનોને પોરબંદર માછીમાર બોટ એશો દ્રારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી જેમાં કોસ્ટગાર્ડના ડીઆઈજી પંકજ અગ્રવાલ સહિતના અધિકારીઓ તેમજ પોરબંદર માછીમાર બોટ એશોના પ્રમુખ મુકેશભાઈ પાંજરી સહિતના માછીમાર આગેવાનો અને માછીમારભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોસ્ટગાર્ડના શહિદ જવાનોને ભાવાંજલી અર્પણ કરી હતી આતકે કોસ્ટગાર્ડના ડીઆઇજી પંકજ અગ્રવાલે શહિદ જવાનો પ્રત્ય સંવેદના વ્યકત કરી હતી અને જણાવ્યુ હતુ શીપ ક્રુ મેમ્બરને બચાવા માટે કોસ્ટગાર્ડના જવાનોએ પોતાના જીવનુ બલિદાન આપ્યુ વધુમાં એમ પણ જણાવ્યુ હતુ કે માછીમારો અને કોસ્ટગાર્ડ એકબીજા પુરક છે. આજે કોસ્ટગાર્ડના શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી અને દુઃખની લાગણી વ્યકત કરી સાત્વના અપી છે. તો માછીમાર બોટ એશોના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ એવુ જણાવ્યુ હતુ કે માછીમારોની સુરક્ષા માટે સતત ચિંતિત કોસ્ટગાર્ડના જવાનો ફરજ દરમ્યાન શહિદ થયા છે.ત્યારે માછીમાર સમાજ પણ દુઃખની લાગણી અનુભવે છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ અને શહિદ જવાનોના આત્માને ઇશ્વર શાંતિ અર્પે તેવી પ્રાર્થના માછીમાર સમાજ દ્રાર કરવામાં આવી હતી

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande