પાવીજેતપુર તાલુકાના કંડા ગામે  દરવાજાના તાળા તોડી તિજોરીમાંથી 4,85,000 ના સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રૂપિયાની થયેલી ચોરી
છોટાઉદેપુર,18 ઓક્ટોબર (હિ.સ.) પાવીજેતપુર તાલુકાના કંડા ગામે દરવાજાના તાળા તોડી તિજોરીમાંથી ₹ 4,85,000 ના સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રૂપિયાની થયેલી ચોરી પાવીજેતપુર તાલુકાના કંડા ગામે રાત્રિના ઘરના દરવાજા ઉપર મારેલા તાળાઓ તોડી ઘરમાં પ
પાવીજેતપુર તાલુકાના કંડા ગામે  દરવાજાના તાળા તોડી તિજોરીમાંથી 4,85,000 ના સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રૂપિયાની થયેલી ચોરી


છોટાઉદેપુર,18 ઓક્ટોબર (હિ.સ.) પાવીજેતપુર તાલુકાના કંડા ગામે દરવાજાના તાળા તોડી તિજોરીમાંથી ₹ 4,85,000 ના સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રૂપિયાની થયેલી ચોરી પાવીજેતપુર તાલુકાના કંડા ગામે રાત્રિના ઘરના દરવાજા ઉપર મારેલા તાળાઓ તોડી ઘરમાં પ્રવેશી લોખંડની તિજોરીને તોડી સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રૂપિયા મળી કુલ4,85,000 ની ચોરી થતા કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કંડા ગામે ભગત ફળિયામાં, ગીનિયાભાઈ કલીયાભાઈ રાઠવા એકલા રહેતા હોય બાજુમાં પોતાના ભાઈને ત્યાં ભાઈની ધાર્મિક વિધિ થતી હોય તેના માટે ૧૬ ઓક્ટોબરના રોજ રાત્રિના ૧૦:૩૦ વાગે ઘરને તાળું મારી પોતાના ભાઈને ત્યાં ગયા હતા ધાર્મિક વિધિ પતાવી મળસ્કે ૪ વાગ્યે પોતાના ઘરે પરત આવતા તેઓએ પોતાનું ઘર ખુલ્લું જોયું હતું સ્વાભાવિક રીતે તે ગભરાઈ ગયા હતા.

વધુ તપાસ કરતા ખબર પડી હતી કે ઘરના દરવાજાને મારેલ તાળુ તોડી ઘરની અંદર આવેલ બે-રૂમના દરવાજાને મારેલ તાળા તોડી રૂમની અંદર મુકેલ લોખંડ ની તિજોરી તોડી તિજોરીમાં મુકેલ (૧) સોનાનું લોકેટ આશરે બે તોલા વજનનું કિ.રૂ- ૧,૨૦,૦૦૦/- તથા (૨) સોનાની રજવાડી બુટ્ટી નંગ-ર કુલ ૩ ગ્રામ વજનની કિં રૂ-૨૫,૦૦૦/- (૩) ચાંદીના ભોરીયા નંગ-ર કુલ ૫૦૦-ગ્રામ વજ નના કિં રૂ-૪૦,૦૦૦/- (૪) ચાંદીનું મંગળસુત્ર નંગ-૧ આશરે ૧૦૦ ગ્રામ વજન નું કિં રૂ-૭, ૦૦૦/- (૫) ચાદી નો કંદોરો નંગ-૧ આશરે ૫૦૦-ગ્રામ વજન નો કિં રૂ-૪૦,૦૦૦/- (૬) ચાંદીનો સીંગલ કેડ ઝુમ્મર નંગ-૧ આશરે ૧૦૦ ગ્રામ વજન નો કિ.રૂ. ૭,૦૦૦/- (૭) ચાંદીની પાયલ નંગ-ર આશરે ૫૦૦ ગ્રામ વજન ની કિ રૂ-૪૦,૦૦૦/- (૮) ચાંદીની ઇંટો નંગ-ર આશરે કુલ વજન એક કિલોની કિં ફે-૮૨,૦૦૦/- (૯) ચાંદીનું ભોરીયુ નંગ -૧ આશરે વજન ૨૫૦ ગ્રામ કિં. રૂ-૨૦,૦૦૦/- (૧૦) ચાંદીનો કંદોરો નંગ -૧ આશરે ૫૦૦ ગ્રામ વજન નો કિં ૪૦,૦૦૦/-/ (૧૧) ચાંદીની ઝાંઝરી નંગ-૨ આશરે વજન ૫૦૦ ગ્રામ કિં રૂ-૪૦,૦૦૦/- તથા (૧૨) ચાંદીની કંઠી નંગ -૧૧ આશરે ૫૦-ગ્રામ વજન ની કિ.- રૂપિયા ૪૦૦૦/- (૧૩) સેકડા રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ રૂ-૪,૮૫,૦૦૦/-ની માલમત્તાની કોઈ અજાણ્યા ચોર ઇસમ તા. ૧૬/૧૦/૨૦૨૪ ના રાત્રીના કલાક-૧૦/૩૦ થી તા. ૧૭/૧૦/૨૦૨૪ ના મળસ્કે કલાક-૦૪/ ૦૦ વાગ્યા દરમ્યાન ચોરી કરી ગયા હોઇ જે અંગે કદવાલ પોલીસને જાણ કરતા, કદવાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમ, પાવીજેતપુર તાલુકાના કંડા ગામે રાત્રિના ઘરના દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશી લોખંડની તિજોરીમાંથી સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રૂપિયા મળી ₹ ૪,૮૫,૦૦૦/- ની ચોરી થવા પામી છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande