વડોદરામાં ધો. 12 સાયન્સની સગીરા સાથે, દુષ્કર્મ કરનાર આરોપી વાઝીદશા દીવાનની ધરપકડ
વડોદરા/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ.) ગુજરાતમાં સુરત,વડોદરા,કચ્છ,દાહોદ અને હવે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. વડોદરામાં અઠવાડિયા પૂર્વે એક શખ્સે ધો. 12 સાયન્સની વિદ્યાર્થિનીને બેવાર તેના મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ સાથે ગરબા રમ
વડોદરામાં ધો. 12 સાયન્સની સગીરા સાથે, દુષ્કર્મ કરનાર આરોપી વાઝીદશા દીવાનની ધરપકડ


વડોદરા/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ.) ગુજરાતમાં સુરત,વડોદરા,કચ્છ,દાહોદ અને હવે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. વડોદરામાં અઠવાડિયા પૂર્વે એક શખ્સે ધો. 12 સાયન્સની વિદ્યાર્થિનીને બેવાર તેના મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા ટોર્ચર કરતો હોવાનું પણ બહાર આવ્યું હતું. સગીરાની માતાએ મકરપુરા ગામના વાજીદશા દીવાન સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી વાઝીદશા ઈદ્રીશશા દીવાનની ધરપકડ કરી હતી.

વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરની રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં અને રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande