સોમનાથ,30 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.એસ.એમ.દેવરે તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફનાઓ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ.સુનિલ માંડણભાઇ સોલંકી તથા વિશાલ પેથાભાઇ ગળચર તથા પો.કોન્સ.અશોક હમીરભાઇ મોરી નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે વેરાવળ,બંદર રોડ,હનુમાન મંદિર સામે,પાર્ક કરેલ બોટની બાજુમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા રૂપીયા,પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમે છે. જે હકીકત આધારે જુગારની રેડ કરી નીચે જણાવેલ વિગત મુજબનો જુગારધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી વેરાવળ સીટી 6 જણ વિરૂદ્ધ ગુનો
દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબ્જે કરેલ મુદામાલ
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ