નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.) કાળા હરણ શિકાર કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ,
બોલિવૂડના ભાઈ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે. બાબા સિદ્દીકી મર્ડર કેસ બાદ,
લોરેન્સ વધુ ચર્ચામાં છે. આ દરમિયાન સલમાનના પિતા સલીમ ખાને, ધનતેરસ પર નવી કાર
ખરીદી છે. સલમાને આ કાર તેના પિતાની સુરક્ષા માટે ખરીદી હતી કે, ધનત્રયોદનું
બહાનું હતું તે ખબર નથી. આ કારની કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, સલીમ ખાનની નવી
સફેદ મર્સિડીઝ બેન્ઝ કાર જોવા મળી રહી છે. કારને ફૂલોની માળા પણ ચઢાવવામાં આવી છે.
બોલિવૂડ સેલિબ્રિટી ફોટોગ્રાફરે, તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સલમાન
ખાનની નવી કારનો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે તેને કેપ્શન
આપ્યું, તહેવારની સિઝનની
શરૂઆતમાં નવી કાર. સલમાન ખાનના પિતા સલીમ ખાને, નવી મર્સિડીઝ ખરીદીને ધનતેરસની
ઉજવણી કરી. સલીમ ખાને પોતાના માટે એક મર્સિડીઝ કાર ખરીદી છે.જેની કિંમત 1.57 કરોડ રૂપિયા છે.
થોડા દિવસો પહેલા સલમાન ખાને, બુલેટ પ્રુફ કાર પણ ખરીદી
હતી. એટલા માટે ખાન પરિવારે એક મહિનામાં બે મોંઘી કાર ખરીદી છે. બિશ્નોઈ ગેંગની
સતત ધમકીઓને કારણે, સલમાને પોતાની સુરક્ષા માટે આ કાર ખરીદી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ