નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.) સ્થાનિક બુલિયન માર્કેટમાં, આજે નાની દિવાળીના દિવસે સોનું 620 રૂપિયા વધીને 670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આજે પ્રતિ કિલો રૂ. 1200નો વધારો થયો છે. સોનાની કિંમતમાં વધારાને કારણે, દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું, ફરી એકવાર રૂ.80 હજારની સપાટીને પાર કરી ગયું છે અને 80,610 થી રૂ. 80,460 પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. એ જ રીતે 22 કેરેટ સોનું, આજે 73,910 રૂપિયા અને 73,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. ચાંદીની કિંમતમાં વધારાને કારણે, દિલ્હી બુલિયન માર્કેટમાં આ ચમકતી ધાતુની કિંમત આજે 99,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી ગઈ છે.
દેશની રાજધાની દિલ્હીમાં, આજે 24 કેરેટ સોનાનો ભાવ 80,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 73,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, 24 કેરેટ સોનું 80,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 73,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે અમદાવાદમાં, 24 કેરેટ સોનાની છૂટક કિંમત 80,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 73,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. આ મોટા શહેરો સિવાય ચેન્નાઈમાં, આજે 24 કેરેટ સોનું 80,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે અને 22 કેરેટ સોનું 73,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. એ જ રીતે કલકતામાં પણ, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 80,460 અને 22 કેરેટ સોનું રૂ. 73,760 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના બુલિયન માર્કેટમાં પણ, આજે ભાવ વધારાના કારણે સોનું મોંઘુ થઈ ગયું છે. આ ત્રણ રાજ્યોની રાજધાની બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં, આજે 24 કેરેટ સોનું 80,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે આ ત્રણેય શહેરોના બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનું 73,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/યોગિતા પાઠક/નિમિશ કુમાર/સંજીવ પાશ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ